ઊંઘમાં સુઈ રહેલા વાઘની સામે કૂતરાને ભસવું ભારે પડી ગયું, ઊંઘ બગડતા વાઘે કુતરાની કરી નાખી એવી હાલત કે – જુઓ ચોકાવનારો વિડિયો

તમે સોશિયલ મીડિયામાં ઘણા પ્રાણીઓ સંબંધિત અવારનવાર વિડીયો જોયા હશે. આ ઉપરાંત તમે ઘણા ખૂંખાર પ્રાણીઓના શિકાર ના વિડીયો પણ જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઊંઘમાં સુઈ રહેલા એક વાઘની ઊંઘ બગાડવી કૂતરાને ભારે પડી જાય છે.

આ દ્રશ્ય રણથંભોરમાં પ્રવાસીઓના કેમેરામાં કેદ થયા હતા. અહીં સતત વધતી જતી વાઘની સંખ્યાઓના કારણે તેમની અલગ અલગ ગતિવિધિઓ સરળતાથી જોવા મળી રહી છે. આ વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ખુખાર વાઘ આરામથી ઊંઘમાં સૂતો જોવા મળી રહ્યો છે.

ત્યારે એક કૂતરો વાઘની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તેના કારણે કૂતરાને પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ વિડીયો રણથંભોર ટાઇગર રિઝર્વના ઝોન બેનનો છે. મળતી માહિતી અનુસાર એક 8 વર્ષનો વાઘ ઝાલરા જંગલ વિસ્તારમાં આરામ કરી રહ્યો હતો.

આ દરમિયાન એક કૂતરો ત્યાં આવે છે અને વાઘને જોઈને ભસવા લાગે છે. કુતરાનું ભસવું વાઘને ગમતું નથી અને તે ગુસ્સામાં આવી જાય છે. ગુસ્સામાં આવીને માત્ર પાંચ સેકન્ડમાં ખૂંખાર વાઘ કુતરાનો જીવ લઈ લે છે. આ સમગ્ર દ્રશ્ય પ્રવાસીઓના કેમેરામાં કેદ થઈ ગયા હતા.

આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર પ્રવાસીઓ પણ ચોકી ઉઠ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ટ્વીટરમાં @irsankurrapria શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં 80,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડીયો જોઈને થોડીક વાર તો ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*