પેટા ચૂંટણી પહેલા મોરબી બેઠકને લઈને કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર

194

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા મોરબી કોંગ્રેસમાં ભૂકંપ નો દોર યથાવત છે.જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા બાદ પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા છે. એમની સાથે જ મોરબી નગરપાલિકાના પાંચ નગર સેવકો પણ ભાજપમાં સામેલ થયા હતા. કેતન વિલ્પરાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે મોરબી કોંગ્રેસના નેતાઓ પ્રજાના કામ કરવા દેતા ન હોવાથી તે અંગે ફરિયાદ કરવા છતાં જૂથબંધી અટકી નહીં એટલે મેં કોંગ્રેસ પક્ષ છોડ્યો છે.

મોરબી પાલિકા પ્રમુખ કેતન વીરપરા ભાજપમાં સામેલ થતાં કોંગ્રેસ પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. 19 ઓક્ટોબર ના રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે.

પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ તેમનું મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવશ. ગુજરાતી પહેલા ચૂંટણી પહેલા કોંગ્રેસને.

મોરબી બેઠક પર થયું મોટું નુકસાન અને આ ભાજપ માટે ખૂબ જ સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!