રાજસ્થાનમાં ગેહલોત સરકારે 15 દિવસના લોકડાઉન ની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે રાજસ્થાન કેબિનેટની બેઠક મળી હતી જેમાં મંત્રીઓએ ઓછામાં ઓછા 15 દિવસ ના લોકડાઉન ની હિમાયત કરી હતી.
જયપુર, જોધપુર, ઉદયપુર, બિકાનેર, કોટા માં સૌથી વધારે કોરોના ના કેસો છે.એટલે ત્યાં લોકડાઉન લગાડવાની માંગ ઉઠી હતી.મંત્રીઓએ લોકડાઉન નો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી અશોક ગેહલોત પર છોડ્યો છે.
હવે રાજસ્થાનમાં ગમે ત્યારે લોકડાઉન લાગી શકે છે. દેશમાં કોરોના સંક્રમણ નો કહેર સતત વધી રહ્યો છે.છેલ્લા 3 દિવસથી રોજ બે લાખથી વધુ નવા કેસ આવવાની સાથે.
ગઈકાલે આ આંકડો 2.60 લાખ સુધી પહોંચી ચૂક્યો છે.છેલ્લા 24 કલાક ની વાત કરીએ તો લગભગ 1500 થી વધારે લોકોના મોત થયા છે.
દેશ માં 2.60 લાખ નવા કેસ આવતા જ ગઇકાલ ના કેસ ની સરખામણી 11.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોના ના નવા 2 લાખ 60 હજાર 533 કેસ સામે આવ્યા છે.
એક જ દિવસ માં કૉરોનાથી રીકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે.તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment