મિત્રો ગુસ્સો એક એવી ખતરનાક વસ્તુ છે જે માણસને કંઈ પણ કરવા માટે મજબૂત કરી નાખે છે. ઘણી વખત ગુસ્સામાં આવીને માણસ કંઈક એવું કરે છે કે જે તેને પણ ખબર રહેતી નથી. અત્યાર સુધીમાં ગુસ્સાના કારણે ઘણા હસતા ખલતા પરિવારો વિખરાઈ ગયા હશે. તો ઘણી વખત અમુક લોકોએ કરેલો ગુસ્સો તેના ઉપર જ ભારે પડે છે.
ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ખૂબ જ વધારે પડતો ગુસ્સો કરવો ભારે પડી જાય છે. ઘણા એવા લોકો હોય છે જે ગુસ્સામાં કોઈનો જીવ લેતા પણ અચકાતા નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગુસ્સો કરી રહેલા આ વ્યક્તિ સાથે કંઈક એવું થાય છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ વ્યક્તિના ગુસ્સાના કારણે તેની હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરની બાલકની માં ઉભેલો વ્યક્તિ નીચે ઉભેલા વ્યક્તિ સાથે ઝઘડો કરતો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન બાલકની માં ઉભેલા વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવે છે કે તે રૂમમાં જઈને કેટલીક વસ્તુઓ બહાર લાવીને નીચે ફેકવાનો પ્રયાસ કરે છે. તે રૂમમાંથી ખૂબ જ ઉતાવળમાં બહાર આવીને જ્યારે વસ્તુ નીચે ફેંકવા જાય છે. ત્યારે તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને તે વસ્તુની સાથે તે પણ નીચે પડી જાય છે.
ત્યારબાદ તેની સાથે શું થયું તેની કોઈપણ માહિતી મળી નથી પરંતુ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોય છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.
— karma instantâneo (@joykharm) August 15, 2022
વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર @joykharm નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. 8 મિલિયન થી પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment