સુરતમાં પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેનાજ પરિવાર સામે જીવ લઇ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટના બન્યા બાદ લોકો ફેનીલ ગોયાણી અને કડકમાં કડક સજા મળે તે માટે માંગ કરી રહ્યા છે.
ત્યારે મૃત્યુ પામેલી ગ્રીષ્માના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતા નંદલાલભાઇ જણાવ્યું કે, મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ. આ ઉપરાંત દીકરી ગ્રીષ્માના પિતાએ જણાવ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.
ગ્રીષ્માના ભાઈ કોર્ટમાં સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃત માહિતી આપી હતી. આ દરમિયાન તે ભાવુક થઇ ગયો હતો અને રડી પડ્યો હતો. ગ્રીષ્મા વેકરીયાના મામલે અત્યાર સુધી 65 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લઇ લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને વધુમાં દીકરીના મામા તેમજ તેની બહેનપણી અને કોલેજના મિત્રો ઉપરાંત સોસાયટીના પ્રમુખ ની જુબાની લેવામાં આવી હતી.
આરોપી ફેનીલ ગોયાણી હજુ પણ સુધર્યો નથી. આરોપી ફેનીલ જેલમાં કેદી તરીકે ગેરલાભ ઉઠાવી રહ્યો છે. જ્યારે આરોપી ફેનીલ ગોયાણીને સુરતની લાજપોર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેને ત્યાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ.કે. વ્યાસને ફેનીલે મળવા માટેનું જણાવ્યું હતું.
આરોપી ફેનીલ ગોયાણીએ કેટલીક માંગણીઓ કરી કે જે માંગણીઓને સાંભળીને ડિસ્ટ્રિક્ટ જજ પણ ચોંકી ઉઠયા હતા. આ વાતનો ખુલાસો કરતા કોટની અંદર આરોપીને જજે કહ્યું કે, તેમને આરોપી તરીકેના તમામ હક આપવામાં આવશે પરંતુ તમારી vip માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે.
એટલું જ નહિ પરંતુ આરોપી ફેનીલ ગોયાણી હજુ પણ પોતે કરેલો આરોપ સ્વીકારી રહ્યો નથી. દીકરીનો જીવ લઇ લીધો છતાં પણ તેને તે વાતનો કોઈ પણ પ્રકારનો પસ્તાવો નથી. આરોપી ફેનીલ ગોયાણી કહી રહ્યો છે કે, મેં ગ્રીષ્માનો જીવ લીધો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment