પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખાતાધારકો ના ખાતામાં આવી શકે છે 2000ને બદલે 4000 રૂપિયા, જાણો વિગતે.

ખેડૂતોને ફાયદો થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરી હતી. ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર. મળતી માહિતી મુજબ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાના બદલે 4 હજાર રૂપિયા જમા થાય તેવી સંભાવના છે.

તમે પણ જાણી લો આ રીતે મળી શકે છે ફાયદો. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ અને વાર્ષિક 6000 રૂપિયા મળે છે પરંતુ હવે આગામી સમયમાં 12000 રૂપિયા વાર્ષિક મળે તેવી સંભાવના છે.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપસિંહ હાલમાં દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ ની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં ત્રણ હપ્તા માં ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે જેમાં દરેક હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે.

એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના ખાતા ધારકોને દર 4 મહિને એક હપ્તો મળે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન પોટલ હેઠળ સ્કીમ નો પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ દરમિયાન આવે છે.

આ ઉપરાંત બીજો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થાય છે અને ત્રીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 24 ફેબ્રુઆરી 2019 માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનામાં આગામી સમયમાં ખેડૂતોને કુલ 12 હજાર રૂપિયા મળે તેવી સંભાવનાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*