23 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ વાતની જાણે તેના પ્રેમીને થતા પ્રેમીએ પણ આઠમા માળેથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું…

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. બિહારના મુઝફફરપુર બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં થોડાક દિવસો પહેલા 23 વર્ષના એક વિદ્યાર્થિનીએ પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો. આ વાતની જાણ તેના પ્રેમીને થતાં તેના પ્રેમીએ પણ જયપુરમાં 8માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

અંજલી જયસ્વાલ નામની 23 વર્ષની યુવતી ટોલીની રહેવાસી હતી. અંજલી નું મૃત્યુ પોલીસને તેના ઘરમાં બંધ રૂમમાંથી મળી આવ્યું હતું. અંજલીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પ્રેમી વિવેકકુમાર નામના 26 વર્ષના યુવકે જયપુરમાં આઠમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મૃત્યુ પામેલો વિવેક જયપુરમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર જે દિવસે ઘટના બની તે દિવસે વિવેકના ફોનમાં કોઈક નો કોલ આવ્યો હતો. વિવેક વાત કરવા માટે રૂમની બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ બિલ્ડીંગના પાછળના ભાગમાં કુદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને ફોનને કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અંજલી અને વિવેક ધોરણ આઠથી એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા.

ચાર વર્ષ પહેલા વિવેક એન્જિનિયરિંગ કરવા માટે જયપુર ગયો હતો. આવતા મહિના માં વિવેક ઘરે આવવાનું હતું. મળતી માહિતી મુજબ અંજલિના ભાયે વિવેકને ફોન કરીને જણાવ્યું હતું કે અંજલિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ સમાચાર સાંભળીને વિવેકને ભારે આઘાત લાગી ગયો હતો અને વિવેકે પોતાની બિલ્ડિંગના આઠમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર વિવેક અને અંજલિ વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઇ ગઇ હતી. આ માથાકૂટ ના કારણે યુવકે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. ત્યારબાદ રાત્રે અંજલિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*