જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સાટા પ્રથાએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. સાટા પ્રથાથી કંટાળીને 21 વર્ષના એક યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલો યુવક પિતા બનવાનો હતો. જ્યારે યુવકને ખબર પડી કે પિયર પક્ષ દ્વારા તેની પત્નીનો ગર્ભપાત કરાવવાની વાત થઇ રહી છે.
ત્યારે યુવક તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ગર્ભપાતની માહિતી પોલીસમાં આપી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અંતે યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના રાજસ્થાનના નાગૌર જિલ્લાની છે. મળતી માહિતી મુજબ રાયધનું ગામમાં રહેતા સુશીલા નામની યુવતી અને તેના નાનાભાઈ રામનિવાસના લગ્ન 6 વર્ષ પહેલા આટા-સાટા પ્રથામાં થયા હતા.
રામનિવાસના લગ્ન ગુડ્ડી નામની યુવતી સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે રામનિવાસની મોટીબેન સુશીલાના લગ્ન ગુડ્ડીના કાકા સાથે થયા હતા. આ આટા-સાટા પ્રથામાં એક બાજુ ભાઈ બહેન જ્યારે બીજી બાજુ કાકા ભત્રીજી હતા. મળતી માહિતી અનુસાર રામનિવાસ અને ગુડ્ડીના લગ્ન થયા ત્યારે બંનેની ઉંમર નાની હતી.
જેના કારણે ગુડ્ડીનું આણુ કરવામાં આવ્યું ન હતું. સુશીલાને સાસરે વળાવી દેવામાં આવી હતી. જ્યારે ગુડ્ડીની ઉંમર થઈ ગઈ ત્યારે સાસરિયાએ ગુડીને સાસરે મોકલવાની વાત કરી હતી. ત્યારે ગુડ્ડીના પરિવારજનોએ આનાકાની કરી હતી. ગુડીના પરિવારજનોનું કહેવું હતું કે ગુડ્ડી ના બે ભાઈ કુંવારા છે.
એટલા માટે ગુડ્ડીના લગ્ન બે ભાઈઓના આટા સાટા પ્રથામાં કરવા માંગે છે. પરંતુ ગુડ્ડી અને રામનિવાસ બંને સતત મળતા રહેતા હતા. ગુડ્ડીના પરિવારજનોએ લગ્નની ના પાડી તો બંનેએ 19 સપ્ટેમ્બર 2021ના લગ્ન કરી લીધા. લગ્ન બાદ રામનિવાસ અને ગુડ્ડી બંને સાથે રહેવા લાગ્યા હતા. ત્યારે 31 માર્ચના રોજ ગુડ્ડીની માતા અને અન્ય લોકો ગુડ્ડીના ઘરે આવ્યા હતા.
બન્ને ભાઈઓના લગ્ન છે તેમ વાત કરીને ગુડ્ડીને પોતાની સાથે પરાણે લઈ ગયા હતા. આ વાતની જાણ રામનિવાસને થતા રામનિવાસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રામનિવાસનું કહેવું હતું કે, પિયર પક્ષ વાળા તેની પત્નીને રૂપિયાની લાલચ આપીને બીજા લગ્ન કરાવવા માંગે છે.
એટલું જ નહીં પરંતુ ગુડ્ડીની માતા અને પોતાની સાથે હોસ્પિટલ લઇ ગઈ અને ત્યાં તેનો ગર્ભપાત કરાવતી હતી. આ ઘટનાને લઇને રામનિવાસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ તરફથી કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેથી તેને કંટાળીને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment