થોડાક દિવસો પહેલા 20 વર્ષીય બંગાળી એક્ટ્રેસ પલ્લવી ડેએ ઘરમાં પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો. ત્યારે વધુ એક બંગાળી એક્ટ્રેસ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર 21 વર્ષીય મોડલ તથા એડ્રેસ બિદીશા ડે મજુમદારે પોતાના ઘરમાં પંખા સાથે લડકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર બિદીશા ડેએ બુધવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હશે. મળતી માહિતી અનુસાર બિદીશા છેલ્લા ચાર મહિનાથી પોતાના પેરેન્ટ્સ સાથે એક ફ્લેટમાં ભાડે રહેતી હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, જ્યારે પોલીસે દરવાજો તોડીને એક્ટ્રેસના પ્લેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદર બિદીશાનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.
પોલીસના કહેવા મુજબ જ્યારે બિદીશાએ પોતાનું જીવન ટુંકાવ્યું ત્યારે તે ઘરમાં એકલી હતી. ઘરમાંથી બિદીશાએ લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બિદીશા કેન્સરથી પીડાતી હતી.
પરંતુ આ વાતને લઈને બિદીશાના મિત્રોનું કહેવું છે કે, તેને કેન્સર ન હતું, કેન્સર હોવાની વાત સાવ ખોટી છે. બિદીશાના એક મિત્રે દાવો કર્યો હતો કે, તેના બોયફ્રેંડના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. બિદીશાના મિત્રએ વધુમાં જણાવ્યું કે, તેના બોયફ્રેન્ડ અનુભાબે તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
બિદીશા સાથે પ્રેમ સંબંધમાં હોવા છતાં પણ તેનો બોયફ્રેન્ડ અન્ય ત્રણ યુવતી સાથે સંબંધમાં હતો. જ્યારે બિદીશાને આ વાતની જાણ થઈ ત્યારે તેને પોતાના બોયફ્રેન્ડ સાથે માથાકૂટ થઇ ગઇ હતી. ત્યારબાદ એ છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ડિપ્રેશનમાં હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment