જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડી આ પરિવાર પાસે છે, માત્ર દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે…

Published on: 6:25 pm, Sat, 27 August 22

વિરપુર ધામ એટલે જલારામ બાપાનું ધામ કે જ્યાં જલારામ બાપાના દર્શન માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે. આ વીરપુર ધામ કે જે એક મોટું તીર્થધામ તરીકે જ ઓળખાય છે, ત્યારે આજે આપણે જલારામ બાપાના ખાસ સંબંધ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખજુરી પીપળીયા ગામે એક પરિવાર રહે છે.

વિસ્તૃતમાં વાત કરતા જણાવીશ તો આ પરિવાર પાસે જલારામ બાપાની સૌથી જૂની એટલે કે 180 વર્ષ જૂની લાકડી છે જે હાલ આ આ લાકડી બધા ભક્તો માટે આસ્થાનું પ્રતીક બની ગઈ છે. આ ખજૂરી પીપળીયા ગામના વતની અને સુરતમાં સ્થાયી રહેલા એવા મહેશભાઈએ આ 180 વર્ષ જૂની જલારામ બાપાની લાકડી વિશે જાણકારી આપતા કહ્યું છે.

હાલ તો આ લાકડી વિશે મહેશભાઈ કહ્યું કે જલારામ બાપાએ તે ગામના પટેલ પરિવારની પ્રસાદી રૂપે આપી હતી જે હાલ સૌ કોઈ લોકો માટે આસ્થાનું પ્રતીક બની ગઈ છે તેમણે એ લાકડીના ઇતિહાસ વિશે જણાવતા કહ્યું કે આ ગામમાં જલારામબાપા આરામ કરવા માટે બેસતા હતા. તે દરમિયાન કેટલાક વડીલો પણ તેમની સાથે બેસતા એવામાં જ પટેલ પરિવાર સાથે બાપા નો આત્મીયતાનો સંબંધ બંધ થઈ ગયો હતો.

તેથી જલારામ બાપા એ પટેલ પરિવારના ઘરે રાત પણ રોકાયા હતા. જ્યારે જલારામ બાપા ફરી વખત એક ગામમાં આવ્યા હતા ત્યાં દરમિયાન એ ભગત ના ઘરે ગયા હતા. એ ભગત ખૂબ જ દુઃખી દેખાતા જલારામ બાપાએ પોતાની લાકડી એ ભગતને આપી દીધી અને કહ્યું કે આ લાકડીને તમે તમારા રસોડામાં રાખજો અન્નનો ભંડાર ક્યારેક ખૂટશે નહીં,

અને ત્યારથી જ આ ઇતિહાસ રચાઇ ગયો અને એ દર સોમવારે લાકડી પર ઘી લગાડવાનું કહી દે ગયા હતા. તેથી પેઢી દર પેઢી બાપાના કહ્યા મુજબ આ પરિવાર એ લાકડી ને સાચવી રહ્યા છે અને દર સોમવારે એ લાગણી પર ઘી પણ લગાડે છે. જાણવા મળ્યા અનુસાર જલારામ બાપાએ આ લાકડી સાથે 68 તીરથ ની યાત્રા કરી હતી.

કહેવાય છે કે આ લાકડી ના દર્શન માત્રથી ભક્તોના દુઃખ પણ દૂર થાય છે. તેથી જ જ્યારે આ લાકડી વિશે પટેલ પરિવારને જાણ થઈ હતી ત્યારે તેમણે માગ્યા રૂપિયા માંગીને લાકડી માંગી હતી પરંતુ એ પરિવારે લાકડી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને હાલ તો આ લાકડી ના દર્શન માટે પણ લોકો દૂર દૂરથી ઉમટી પડે છે અને તેથી જ આ લાકડી હાલ જલારામબાપા પ્રત્યેની આસ્થાનું પ્રતીક બની ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડી આ પરિવાર પાસે છે, માત્ર દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે…"

Leave a comment

Your email address will not be published.


*