દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક 18 વર્ષની યુવતીને દર્દનાક મોત મળ્યું છે. યુવતીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલી યુવતીનું નામ નેહા કુમારી હતું. મળતી માહિતી અનુસાર નેહાને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ કારણોસર તેનું રિબાઈ રિબાઈને મોત થયું છે. આ દુઃખદ ઘટના બિહારમાં શુક્રવારના રોજ બની હતી. ઘટનાને લઈને મૃત્યુ નેહાની બેને જણાવ્યું કે, નેહા ન્હાવા માટે ઘરમાં લગાવેલી મોટર ચાલુ કરવા માટે ગઈ હતી.
આ દરમિયાન મોટરનો એક વાયર અધ વચ્ચેથી કપાઈ ગયો હતો. જ્યારે નેહા મોટર ચાલુ કરવા ગઈ ત્યારે તે કપાઈ ગયેલા વાયરને અડી ગઈ હતી અને તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પછી તો પરિવારના સભ્યો દીકરીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
નેહાની હાલત વધુ ગંભીર હોવાના કારણે હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપીને બીજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ દીકરીનું મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
માત્ર 18 વર્ષની દીકરીનું દર્દનાક મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલી નેહા ચાર બહેનોમાં બીજા નંબરની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment