વિધાનસભાની પેટાચૂંટણીમાં કરજણ બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવવા ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય, ઓડીયો ક્લીપ થઇ વાઇરલ

Published on: 4:10 pm, Thu, 29 October 20

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન ની તારીખ નજીક આવતા રાજકીય ગરમાવો વધતો જાય છે.ભાજપના એક આગેવાન કહેવાતા એક સમર્થક દ્વારા બાકીના અન્ય કાર્યકર્તાઓને અક્ષય પટેલ ને વોટ નહીં આપવા તથા આ વખતે આપણે એને ઘરે જ સુવડાવી દેવાનો છે. એવી વાતચીતનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. ચાલતી ચર્ચા મુજબ આ ઓડિયો આઇબીએ ટ્રેક કરી લીધો છે.આ વખતે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ માટે આગામી દિવસો ખૂબ જ કપરા લાગી રહ્યા છે.

ભાજપના અમુક કાર્યકર્તાઓ છૂપી રીતે તેના વિરુદ્ધ પ્રચાર માં જોડાયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જે પાછળ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ નારાજ હોવાનું નકારી શકાય તેમ નથી. આ વચ્ચે સતીશ પટેલ ના કહેવાતા ચુસ્ત સમર્થક અને ભાજપના કાર્યકર્તા નો ઓડિયો વાયરલ થયો છે. જેમાં થઈ રહેલી વાતચીતે ચોંકાવનારી છે અને જે મુજબ સતીશ પટેલનો સમર્થક ભાજપના કાર્યકર્તા ની સાથે વાત કરતો સાંભળી રહ્યો છે.

હાલ ગામમાં પ્રચાર માટે કેટલાક લોકો આવ્યા હતા અને જેમાં 8 થી 10 કાર્યકર્તા હતા.ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ ને હરાવવા માટે ભાજપના અમુક કાર્યકર્તાઓ સક્રિય થયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

ભાજપનાઅક્ષય પટેલ ને હરાવવા માટે ભાજપના નેતાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે અને તેનો ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિધાનસભાની પેટાચૂંટણીમાં કરજણ બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવવા ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય, ઓડીયો ક્લીપ થઇ વાઇરલ"

Leave a comment

Your email address will not be published.


*