પાકિસ્તાનના ઈશારે રચાતા આતંકી ષડયંત્રનો અમદાવાદમાં થયો પર્દાફાશ, જાણો કોની થઈ ધરપકડ ?

Published on: 4:18 pm, Wed, 7 April 21

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવા ટેરર મોડ્યુલ નો પર્દાફાશ કર્યો છે.3 સ્થાનિક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સ્થાનિક આરોપીઓને આંતકી સંગઠન સાથે જોડવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો થયો છે.

આરોપી કયા સમયે તેની સાથે સંકળાયેલા તે પ્રશ્નમાં જાહેરાત કરાઇ છે.ઝડપાયેલા આરોપી માર્ચ મહિનામાં રેવડી બજાર માં પાંચ દુકાનમાં આગ લગાડી હતી. આગ લગાડવા માટે દોઢ લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દુબઈ થી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશની આંતરિક સુરક્ષા ને જોખમ કરનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન સીસીટીવીમાં કેટલાક શખ્સો પેટ્રોલની બોટલ લઇ જતા નજર પડ્યા હતા. એક્ટીવા પર જતા લોકો નજર પડતાં તપાસ કરતા નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે.

ISIS એ નવા મોડયુલ ની શરૂઆત કરી હતી. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારા છે.ભુપેન્દ્ર નો ફેસબુક થી બાબા ઉર્ફે બાબુ નો સંપર્ક થયો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી જેમાં આ એક આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાકિસ્તાનના ઈશારે રચાતા આતંકી ષડયંત્રનો અમદાવાદમાં થયો પર્દાફાશ, જાણો કોની થઈ ધરપકડ ?"

Leave a comment

Your email address will not be published.


*