ભાવનગરમાં વીજળી પડવાના ભયંકર દ્રશ્યો કેમેરામાં થયા કેદ… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

આજકાલ સોશિયલ મીડિયા પર વીજળી પડવાના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વીજળી પડવાના કારણે ઘણું નુકસાન પણ થાય છે. આવો જ એક વિડીયો ભાવનગરમાંથી સામે આવ્યો છે, આજે બપોરથી જ ભાવનગરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરના સમયગાળા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

જેને લઈને શહેરમાં જળ જેવા દ્રશ્યો સર્જાયા હતા, આવી સ્થિતિ વચ્ચે ભાવનગર શહેરમાં અવકાશી વીજળી જમીન પર ત્રાટક્યાનો ડરામણો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગર શહેરના ગઢેચી વડલા RTO રોડ પાસે વીજળી પડ્યા નો બનાવ વિડીયો મોબાઇલમાં કેદ થયો હતો.

જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેને લઇને ભાવનગર શહીદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ભાવનગરમાં બપોર બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો જેને લઇને બે કલાકમાં શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. વલભીપુરમાં બે કલાકમાં ચાર ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, જેને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત ભાવનગરના સુભાષ નગર પ્રભુદાસ તળાવ, શિવાજી સર્કલ, જકાતનાકા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આંકડાની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં 82 મીમી ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 104 તથા સિહોરમાં 44 અને ઘોઘામાં 54 મીમી તથા ઉમરાળામાં 24 મીમી પાલીતાણામાં ત્રણ મીમી અને ગારીયાધાર માં બે મીમી વરસાદ નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*