વિશ્વભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તમે સોશિયલ મીડિયા પર ઘણી ભયંકર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. મિત્રો તમને જણાવી દઈએ કે મોટેભાગના અકસ્માતની ઘટના વધારે પડતી સ્પીડના કારણે થતા હોય છે. ત્યારે હાલમાં રુવાડા ઉભા કરી દેનારી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.
આ ઘટનામાં એક ઝડપી SUV કારની ભયંકર અકસ્માતની ઘટનાના કારણે એવી હાલત થાય કે વિડીયો જોઈને કાળજુ કંપી ઉઠશે. આ અકસ્માતની ઘટનામાં 160 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી રહેલી એક કાર ટોલ બુથ સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રમકડાની જેમ હવામાં ફંગોળાઈને તેના ચીથડે ચિથડા નીકળી ગયા હતા.
અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના ચીલીમાં બની હતી. અકસ્માતની ઘટનામાં ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ઝડપે આવતી એક કાર ટોલ બુથ સાથે અથડાઈ હતી. ટક્કર એટલે જોરદાર હતી કે કાર લગભગ 10 ફૂટ હવામાં નીચે પડી હતી અને પલટી ખાઈ ગઈ હતી. કારનો અડધો ભાગ તો સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનાના દ્રશ્યો જોઈને અન્ય કારચાલકોએ પોતાની કાર ઉભી રાખી દીધી હતી.
જાણવા મળી રહ્યું છે કે કારમાં બેઠેલા ડ્રાઇવરનું ઘટના સ્થળે જ માત્ર થોડીક સેકન્ડમાં જ મોત થઈ ગયું હતું. ભારતીય સમય અનુસાર ઘટનાનો વાયરલ થયેલો વિડિયો સાંજે ચાર વાગ્યાની આસપાસ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયો ઈન્સ્ટાગ્રામ પર trworld નામના પેજ પર શેર કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
અત્યાર સુધીમાં ઘણા લોકોએ આ વિડીયો જોયો છે અને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો સલાહ આપી રહ્યા છે કે કાર ચલાવતી વખતે ખૂબ જ સાવધાનીપૂર્વક કાર ચલાવી જોઈએ અને વધારે પડતી સ્પીડમાં કાર ન ચલાવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment