અયોધ્યાના સરયુ નદીના કિનારે ભવ્ય મહા યજ્ઞની તૈયારી કરી રહેલા સંત આત્માનંદદાસ જેમને તેમના શિષ્યો દ્વારા નેપાળી બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓએ દાવો કર્યો છે કે તેમને 2015માં જ ભવિષ્યવાણી કરી હતી કે દસ વર્ષ બાદ અહીં રામ મંદિર બનશે.
મિત્રો આપને જણાવી દઈએ કે અયોધ્યા ખાતે વાસ અને સ્ટ્રોનો ઉપયોગ કરીને 1008 યજ્ઞશાળાઓ બનાવવામાં આવી રહી છે જેમાં મુખ્ય યજ્ઞ શાળાને 11 માળની બનાવવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન અહીં યજ્ઞ ચાલુ રહેશે અને 21000 લોકો એક સાથે મંત્રનો જાપ કરશે અને અર્પણ કરશે.
આ ભવ્ય મહાયજ્ઞાના આયોજક સંત આત્માનંદ દાસે જણાવ્યું કે તેમના 21000 ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે નેપાળથી આવી રહ્યા છે અને આ દરમિયાન રામ નામનો જપ અને રુદ્રાભિષેક પણ ચાલુ રહેશે.આ માટે તેમના શિષ્યો દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે ને તમને જણાવી દઈએ કે તેઓ નેપાળી બાબા તરીકે ઓળખવામાં આવે છે
ને તમને પહેલા પણ જણાવ્યું કે તેઓએ દસ વર્ષ પહેલા આગાહી કરી હતી કે દસ વર્ષ બાદ રામ મંદિર બનશે અને મિત્રો અશોક સિંઘલ અને સંતોની સામે તેઓએ આ ભવિષ્ય વાણી કરી હતી.હાલમાં તેમને કાર્યક્રમ વિશે જણાવ્યું કે 17 જાન્યુઆરીથી તેમનો ભવ્ય મહાયજ્ઞ યોજાશે જેમાં લાખો ભક્તો ભાગ લેશે અને માત્ર નેપાળથી જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણેથી તેમના ભક્તો
સરયુ નદીના કિનારે પહોંચીને કાર્યક્રમમાં ભાગ લેશે.નેપાળી બાબાએ કહ્યું છે કે તેમના કાર્યક્રમ રામલલાના અભિષેક સુધી ચાલુ રહેશે અને પછી તેમના શિષ્ય અયોધ્યા શહેરમાં પ્રવેશ કરશે અને ભગવાન શ્રી રામના દર્શન કરવા જશે તેમને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે તેમના કોઈ પણ શિષ્ય અભિષેક પહેલા અયોધ્યામાં પ્રવેશ કરશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment