રાજકોટ શહેરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટ તાલુકાના લોઠડા ગામે રહેતી એક મહિલાએ 26 સપ્ટેમ્બરના રોજ ઉંદર મારવાની દવા પી લીધી હતી. આ ઘટના બન્યા બાદ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. ત્યારે ગઈકાલે મોટી રાત્રે સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના પતિએ કુવાડવાના સરપંચના પતિ સામે પત્નીને આ પગલું ભરવા પાછળ મજબૂરી કરવા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મૃત્યુ પહેલા મહિલાના એક નિવેદનનો વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં મૃત્યુ પામેલી મહિલા કહી હતી કે, કુવાડવાના સરપંચ પતિએ મને ધમકી આપી હતી કે “આ જગ્યાએ રહેશો તો મરવું પડશે” આથી મેં આ પગલું ભર્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો લોઠડા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ચતુરભાઈ દામજીભાઈ સાડમિયાએ કુવાડવા ગામના સરપંચના પતિ સંજય પોલાભાઈ પીપળીયા સામે ફરિયાદ નોંધાવી છે.
ચતુરભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 26 સપ્ટેમ્બર ના રોજ હું ઘરે હતો અને મારી પત્ની, બાળકો કુવાડવા ગામે ઝૂંપડા પાસે બાપાની ધારા પાસે ચાર બાઈ માતાજીના મંદિરે નોરતા આવતા હોવાથી સાફ-સફાઈ કરવા માટે ગયા હતા. ત્યારે મારા ભાઈનો ફોન આવ્યો કે તમારી પત્નીએ ઉંદર મારવાની દવા પી લીધી છે અને હાલમાં તેમને હોસ્પિટલ લઈ ગયા છીએ. તેથી હું પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યો હતો.
હોસ્પિટલમાં જ્યારે મેં મારી પત્નીને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે, મંદિરમાં સાફ-સફાઈ કરતા હતા ત્યારે કુવાડવા ગામના સરપંચનો પતિ સંજય ત્યાં આવ્યો હતો. તેને આવીને કહ્યું હતું કે આ જગ્યાની સાફ-સફાઈ ન કરતા આ જગ્યા મેં બીજાને ફાળવી દીધી છે. આ જગ્યા ઉપર તમારો કોઈ પણ હક નથી, સંજય મને કીધું કે તમને અગાઉ ત્રણ વર્ષ પહેલા આ જગ્યાએથી કાઢી મૂક્યા હતા તો પાછા કેમ આવ્યા?
તમે અહીં રહેશો તો તમારે મરવું પડશે. ત્યારે ચતુરભાઈ ની પત્નીએ સરપંચને કહ્યું હતું કે, આ અમારું મંદિર છે તમે અત્યાચાર કરશો તો હું પોતાનું જીવન ટુંકાવી લઈશ. તેમ કહીને ઉંદર મારવાની દવા પી લીધી હતી. આ નિવેદનનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment