તબ્લો ભણશે ગુજરાત,યુનિવર્સિટીમાં વિધાર્થીઓ પાસેથી પૈસા લઈને ટેબ્લેટ ન આપતા વિધાર્થીઓ કર્યો દેખાવ, પોલીસનો હળવો બળપ્રયોગ, જુઓ વિડીયો.

128

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નમો ટેબલેટ યોજના અંગત વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયા ઉઘરાવી લીધા છે પરંતુ બે વર્ષ સુધી નમો ટેબલેટનો “ટે” પણ વિદ્યાર્થીને આપ્યો નથી. જેને લઇને CYSS દ્વારા નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો છે.

વિદ્યાર્થીઓએ વિવિધ સૂત્રો અને અનેક બેનરો સાથે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીમાં વિરોધ કરવા આવનાર વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે વિદ્યાર્થીઓ પર હળવો બળ પ્રયોગ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by gujju_rockz (@gujjurockz_)

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આ પહેલા 16 માર્ચના દિવસે પણ ટેબલેટ ને લઈને વિરોધ કર્યો હતો. પરંતુ ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી કે તમામ બાકી રહેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ નું વિતરણ કરવામાં આવશે.

પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ ના મળતા વિદ્યાર્થીઓને આજે ફરી એક વખત કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે આ મુદ્દા વિશે રાજ્ય કક્ષાએ આ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ઝડપથી મળી રહે તે માટેની કરવામાં આવશે.

પરંતુ યુનિવર્સિટીના કુલપતિ ના વારંવાર આ વાયદા ના કારણે વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે તે માટે વિદ્યાર્થીઓ હવે કોઇપણ વાત માનવા તૈયાર. CYSSના પ્રમુખ દર્શિત કોરાટે જણાવ્યું કે 2017 કે રાજ્ય સરકાર દ્વારા નમો ટેબલેટ યોજના જાહેર કરવામાં આવી હતી.

બે વર્ષ પહેલા વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયા ઉઘરાવી લેવા માં આવ્યા હતા. આ યોજના હેઠળ આશરે દોઢ કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. આ વાતને બે વર્ષ વીતી ગયા છતાં પણ કોઈ પણ વિદ્યાર્થીઓને હજુ નમો ટેબલેટ આપ્યું નથી.

યુનિવર્સિટીની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે વિદ્યાર્થીઓને તેમના પૈસા પરત કરી દેવામાં આવશે. આ મુદ્દે વિદ્યાર્થીઓનું કહેવું છે કે એ તો અમારી પાસેથી પૈસા ઉઘરાવી લીધા અને બે વર્ષ પછી એમ કહો છો કે તમને રૂપિયા પરત કરવામાં આવશે તો બે વર્ષનું વ્યાજ કોણ આપશે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!