વડોદરાના સોનુ સૂદ નામથી પ્રખ્યાત સ્વેજલભાઈ વ્યાસ ‘આપ’માં જોડાયા : ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ મીડિયા ને સંબોધતા કહ્યું કે ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છોટે ઉદેપુરમાં જંગી જાહેર સભાના માધ્યમથી આદિવાસી સમાજ માટે આમ આદમી પાર્ટીનું વિઝન અને લક્ષ્ય ગુજરાતની જનતા સમક્ષ મૂક્યું હતું. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂત રીતે આગળ વધી રહી છે અને ધીરે ધીરે લોકોનો વિશ્વાસ જીતી રહે છે.

જનતા પોતે રહે છે કે આમદની પાર્ટી હજુ પણ વધુ મજબૂત બને અને ભાજપના લોકો પણ આ વિચારધારા સાથે સંકળાય રહા છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ગુજરાતની જનતામાં ભરોસો વધ્યો છે કે આ વખતે કંઈક અલગ સારું થશે. જેમ જેમ અરવિંદ કેજરીવાલ ની ગુજરાતની યાત્રાઓ વધી રહી છે તેમ તેમ ભાજપમાં દંડનો માહોલ વધી રહ્યો છે

અને તે ડરના કારણે તે લોકો અરવિંદ કેજરીવાલ પર આક્ષેપકબાજી કરી રહ્યા છે અને આપના બેનરો તોડવા અને પાર્ટીના પેઇન્ટિંગ ભૂસીને ભાજપનું નામ લખવાનું કામ કરી રહ્યા છે.છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી વડોદરા શહેરમાં સમાજ સેવાનું કામ કરી રહેલા એવા સ્વજલભાઈ ભરતભાઈ વ્યાસ સાથે જોડાયા છે અને કોરોના મહામારી દરમિયાન તેઓએ ઉત્તમ કામગીરી કરી છે

અને તેઓએ દૂધ,પેટ્રોલ મેડિસિન તથા કોરોનામાં ખૂબ જ મહત્વની સેવાઓ તથા કાર્યક્રમો કરી ચૂક્યા છે. છાપાઓમાં અને ટીવીઓમાં પણ એમના યોગદાન ની નોંધ લેવામાં આવે છે અને મોટા મોટા નેતાઓ અને મંત્રીઓ જ્યારે કોરોનાના સમયમાં ગાયબ હતા ત્યારે હોસ્પિટલોમાં લોકોની સેવામાં તેઓ કાર્યરત હતા.સ્વેજલ ભાઈએ પોતાના

વિચારો જણાવતા કહ્યું કે હું અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યો છો ને ત્યારબાદ મેં જોયું છે કે આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે ગુજરાત અને વડોદરા ને બદલવા માંગે છે તે બદલાવ લાવવા સક્ષમ છે એટલા માટે મેં આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા 10,000 થી પણ વધારે લોકોની રાઈ લીધી છે અને તેમાંથી મોટાભાગના લોકોનું માનવું છે કે આમ આદમી પાર્ટી જ સર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*