સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે જે જોઈને આપણું હૃદય કંપની ઊઠે છે. આવો જ એક કિસ્સો તેલંગાણા ના હૈદરાબાદમાં એક SUV કારે ત્રણ વર્ષની ઊંઘી રહેલી બાળકીને કચડી નાખી હતી. બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, આ ઘટના બુધવારે બપોરે એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બની હતી.
બાળકીની માતા કવિતા એ હયાત નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી હરી રામકૃષ્ણ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ ઘટનાના સી.સી.ટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં જોવા મળે છે કે બાળકી પાર્કિંગમાં સૂઈ રહી છે એટલામાં એક કાર બાળકી તરફ આવી રહી છે.
ડ્રાઇવર સીધી જ સૂઈ રહેલી બાળકી પર કાર ચઢાવી દે છે, બાદમાં ડ્રાઇવરે કાર રિવર્સ લીધી હતી.હયાત નગર પોલીસ ઇન્સ્પેક્ટર એ જણાવ્યું કે કવિતા કામની શોધમાં કર્ણાટકના ગુલબર્ગાથી હૈદરાબાદ આવી હતી. તે તેના છ વર્ષના પુત્ર બસવા રાજુ અને ત્રણ વર્ષની પુત્રી લક્ષ્મીને સાથે લઈને આવી હતી.
બુધવારે સવારે આઠ વાગ્યાની આસપાસ તે કામ શોધવા માટે લેક્ચરર કોલોની, હયાત નગરમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં પહોંચી હતી. ત્રણે એ બપોરે 2:30 વાગ્યે જમી લીધું હતું, બપોર નો તડકો બાળકીથી સહન ન થયો તેથી માતાએ તેને નજીકના બાલાજી માર્કેટ એપાર્ટમેન્ટમાં સુવડાવી દીધી હતી.
SUV કાર ચાલકે પાર્કિંગમાં સુઈ રહેલી 3 વર્ષની માસુમ બાળકીને ચુંદી નાખી, દીકરીનું રિબાઈ રિબાઈને મોત… હિંમત હોય તો જ આખો વિડિયો જોજો… pic.twitter.com/aUyo0rVBD4
— GUJJU ROCKZ (@gujju_rockz) May 25, 2023
પોતે તેના પુત્ર સાથે કામ શોધવા ગઈ હતી, માતાએ બપોરે ત્રણ વાગ્યે પોલીસને જાણ કરી કે એક કારના ડ્રાઈવરે તેની બાળકીને કચડી નાંખી છે. માતાએ કહ્યું કે બાળકીના માથામાં ઇજા થઈ હતી જેના કારણે બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આરોપીએ પોલીસને કહ્યું કે તે માત્ર એક અકસ્માત હતો, બપોરે ઘરે પરત આવતા તેને પોતાની પાર્કિંગ જગ્યાએ કાર પાર્ક કરી રહ્યો હતો. આ દરમિયાન સૂતેલી બાળકીને જોઈ શક્યો નહીં કારણ કે તેના પર એક ચાદર પડી હતી. જેના કારણે આ અકસ્માત થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment