કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ માં આંદોલન ની ભારે અસર આગામી વિધાનસભા ચૂંટણી માં જોવા મળશે.માનવામાં આવી રહ્યુ છે કે આનાથી ફકત ભાજપ અને શિરોમણી અકાલી દળ ને જ નહિ,પરંતુ કોંગ્રેસ ને પણ નુકશાન ઉઠાવવું પડી શકે છે.આ આંદોલન ને જો કોઈને ફાયદો થતો જોવા મળી રહો છે.
તો તે અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી છે.ગત ચૂંટણી માં પણ આપે પ્રદેશ માં પ્રભાવશાળી ઉપસ્થિત નોંધાવી હતી.શુક્રવાર ના રોજ દેશ ની જાણીતી એબીપી નયૂઝ દ્વારા કરવામાં આવેલા પંજાબ ના સર્વે માં આ વાત સામે આવી હતી.
સર્વે પ્રમાણે 77 સીટો મેળવનારી કોંગ્રેસ ને ફકત 46 સીટો મળી શકે તેમ છે એટલે અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી 34 સીટો ના ફાયદા સાથે 54 સીટો મેળવી શકે છે.
ગત ચૂંટણીમાં તેને ફક્ત 20 સીટો મળી શકે છે.આંકડો ઓ જણાવે છે કે પ્રદેશ માં ઝાડુ ની લોકપ્રિયતા કઈ હદ સુધી વધી રહી છે.
બીજેપી અને શિરોમણી અકાલી દળની વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં બંને એ એક સાથે ચૂંટણી લડી હતી.તેમને ફક્ત 18 સીટો મળી હતી અને તે આપ થી પણ એક સ્થાન નીચે રહી.
ઉત્તરાખંડ માં ભાજપ ની મુશ્કેલી માં વધારો થઈ શકે છે.સી વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મુખ્યમંત્રી ચહેરો બદલવા છતાં પણ રાજ્યમાં ભાજપ ને ફાયદો થવા નથી જઈ રહો.54 ટકા લોકો નું માનવું છે.
કે એક વર્ષ માં તીરથ સિંહ રાવત સારો વહીવટ નહિ કરી શકે.ઉત્તરાખંડ ની 70 વિધાનસભા સીટો માંથી કોંગ્રેસ ને સોથી વધારે 32 થી 38 સીટો મળી શકે છે જયારે સતારૂઢ બીજેપી ને 24 થી 30 સીટો મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉક” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment