મિત્રો તમને બધાને ખબર હશે કે ગઈકાલે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટી ની અંદર અચાનક જ કાદવનો પુર આવ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકો ભારે રોષ માં જોવા મળ્યા હતા. આ વાતની ચર્ચા તો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે.
આ ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે ઘરનું બારણું ખોલતા જ કાદવની સુનામી આવી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સમગ્ર ઘટનાને લઈને વિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે, કાદવના કારણે ખૂબ જ નુકસાન થયું છે.
ઘરની મોટેભાગની સામગ્રી ખરાબ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ તો એક માળ સુધી કાદવ પહોંચી ગયો છે. જ્યાં જુઓ ત્યાં નકરો કાદવ કાદવ જ થઈ ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઘરની અંદર કાયદો ઘૂસી ગયો છે. તેમાં એક કાકા કાદવની અંદર રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે કાકા રૂમનો દરવાજો ખોલે છે ત્યારે મોટી માત્રામાં કાદવ રૂમની અંદર ઘૂસી જાય છે. રૂમનો દરવાજો ખુલતા એવું લાગે છે જાણે કાદવની સુનામી ન આવી હોય. માહિતી અનુસાર આ ચોકાવનારી અને વિચિત્ર ઘટના ગઈકાલે બની હતી.
વિઠ્ઠલનગર સોસાયટીમાં ઘરના નળ ખોલીએ તો તેમાંથી પાણી નીકળવાની જગ્યાએ કાદવ બહાર આવવા લાગ્યો હતો. જ્યારે ગઈકાલે આ સમગ્ર ઘટના બની ત્યારે સ્થાનિક લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા.સોસાયટીમાં ચારેય બાજુ કાદવ કાદવ થઈ ગયો હતો અને ઘણા લોકોના તો ઘરમાં પણ ખૂબ જ મોટી માત્રામાં કાદવ ભરાઈ ગયો છે.
સુરતનો વરાછા વિસ્તાર થઈ ગયો કાદવ કાદવ..! બારણું ખોલતા જ ઘરમાં કાદવની સુનામી આવી… આવો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય… pic.twitter.com/wcT0AcWmw5
— GUJJU ROCKZ (@gujju_rockz) February 14, 2023
આ ઘટનાના ઘણા અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે. કયા કારણોસર આ ઘટના બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો મહાનગરપાલિકાની ટીમ દ્વારા સોસાયટીમાં ભરાયેલા કાદવને બહાર કાઢવાની કામગીરી શરૂ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment