સુરતની દીકરીએ આખા દેશમાં માતા-પિતાનું નામ રોશન કર્યું..! નાના એવા ઘરની પાટીદાર દીકરીને અમેરિકાના નાસામાં…

સુરત શહેર હંમેશા દરેક ક્ષેત્રમાં મોખરે રહે છે. ત્યારે સુરત શહેરના વરાછામાં રહેતી દીકરીએ આખા દેશમાં પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. દીકરીએ એક એવી સિદ્ધિ મેળવી કે જેનાથી ગુજરાતનું ગૌરવ પણ ખૂબ જ વધી ગયું છે. સુરતની દીકરીને વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનાવતી યુનિવર્સિટીમાં દીકરીની પસંદગી.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના વરાછાની ધ્રુવી જસાણી નામની દીકરીનું અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સિલેક્શન થયું છે. સમગ્ર દેશભરમાંથી માત્ર બે વિદ્યાર્થીઓને જ નાસામા સિલેક્શન મળ્યું છે. તેમાં એક સુરતની ધ્રુવી જસાણી પણ છે. સુરતની આ સુધીને લઈને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ પણ તેમને શુભેચ્છા પાઠવી છે.

દીકરી ધ્રુવી જસાણીના પિતા હેન્ડલુમનું કામ કરે છે. જ્યારે તેમની માતા હાઉસવાઈફ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં દીકરી ધ્રુવી જસાણી પોતાના પરિવાર સાથે રહે છે. મધ્યમ વર્ગમાંથી આવતી દીકરીને નાસા યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે.

નાસા યુનિવર્સિટીમાં ધ્રુવી જ અસાણીએ એડમિશન મેળવીને આપણા દેશનું અને સુરત શહેરનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. ધ્રુવી જસાણી વિશે વાતચીત કરીએ તો, 12 સાયન્સનો અભ્યાસ કર્યા બાદ તેને સતત વૈજ્ઞાનિકના વિષયોમાં ખૂબ જ મહેનત કરી હતી. વિજ્ઞાનમાં જુદી જુદી રીતે સંશોધન કરવાનું ખૂબ જ પસંદ હતું.

અવારનવાર તે કોઈને કોઈ વિષય પર વિવિધ સંશોધન કાર્યો કરતી હતી. ધ્રુવી જસાણીએ જણાવ્યું કે મને નાનપણથી જ વૈજ્ઞાનિક બનવાનો શોક હતો. તેને જણાવ્યું કે 12 સાયન્સ પછી મારું સપનું હતું કે હું નાસા યુનિવર્સિટીમાં એડમિશન મેળવી વૈજ્ઞાનિક બનું. નાસા યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે ધ્રુવી જસાણીએ ખૂબ જ આખરે મહેનત કરી છે.

ધ્રુવી જસાણી ના પિતા વરાછામાં નાના પાયે હેન્ડલુમનું કામ કરે છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા ધ્રુવી જસાણીના ઘરે પહોંચ્યા હતા. પ્રફુલ પાનસુરીયાએ ધ્રુવી જસાણીને અભિનંદન પાઠવ્યા હતા. સાલ ઓઢાડી અને ભગતગીતા આપીને પ્રફુલ પાનસુરીયાએ ધ્રુવી જસાણીનું સન્માન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*