સુરત પોલીસની દરિયાદિલી: છ વર્ષની દીકરીને મૂકી પિતાએ કર્યો આપઘાત, નિરાધાર દીકરીની માતા બન્યા PSI…

Surat Police: આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. સુરત(Surat) શહેરના સરથાણા(Sarthana) વિસ્તારમાં છ વર્ષીય માસુમ બાળકી નિરાધાર બનવાની હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં પિતાની લટકતી લાશ પાસે ઉભી રહી રડતી બાળા સાથે પોલીસે કરેલી વાતચીતમાં બહાર આવેલી હકીકત સાંભળી ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. માતા વિહોણી દીકરીને જોઈ પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ ગઈ હતી, હાલ તો પોલીસ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી રહી છે.

ગતરોજ પુણા સારોલી બીઆરટીએસ જંકશન ની વનમાળી જંકશન વચ્ચે નહેરની બાજુમાં આંબાના ઝાડ સાથે ખાસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી હતી. મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ આ દ્રશ્ય જોઈ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને વિગત આપી કે આંબાના ઝાડ સાથે ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી છે. લાશ પાસે એક બાળકી ઉભી છે જે સતત રડતી હતી, બાળકીની ઉંમર ફક્ત છ વર્ષની હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ કંટ્રોલરૂમમાંથી તાત્કાલિક સરથાણા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કરેલી તપાસમાં માસુમ બાળકી એ પોતાનું નામ નેન્સી અને ઝાડ સાથે લટકી રહેલી લાશ તેના પિતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ ની હોવાનું જણાવ્યું હતું. નેન્સી પાસેથી વધુ માહિતી જાણ્યા બાદ પોલીસના માણસો અને ત્યાં હાજર લોકો ભારે આઘાત પામ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે મૃતક ધર્મેન્દ્ર ભાવનગર નો વતની છે, શનિવારે વતનથી પરત ફર્યા બાદ પુણા સારોલી બીઆરટીએસ જંકશન થી વનમાળી જંકશન વચ્ચે રોકાયો હતો.

ત્યારબાદ રાત્રી દરમિયાન નેન્સી ઊંઘી જતા તેને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. નેન્સીના માતાનું કોરોનામાં અવસાન થઈ ચૂક્યું હોવાનું કહ્યું હતું, નેન્સી માતા પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કંઈ જાણતી ન હતી. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધાર કાર્ડમાં તેનું લંબે હનુમાન રોડ સ્થિત રેણુકા ભવનનું સરનામું મળી આવ્યું છે. માતાના મોત બાદ પિતાએ આપઘાત કરી લેતા આ દીકરી તદ્દન નોંધારી થઈ જતા પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ ગઈ હતી.

માતા-પિતાના મૃત્યુ બાદ હવે માસુમ નેન્સી નું શું થશે ? એવી ચર્ચા ઘટના સ્થળે હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી. હાલ નોંધારી બનેલી આ નાનકડી બાળા નામે નેન્સીને પોલીસે પોતાની પાસે રાખી લીધી છે. શી ટીમ તેની સારસંભાર રાખી રહી છે, મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધાર કાર્ડના સરનામે પોલીસે તપાસ કરતા ત્યાં કોઈ મળ્યું ન હતું. પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા જુનાગઢ વિસાવદર ના ભટ્ટ પરિવાર ની માહિતી મળી હતી. જેથી લોકોને પોલીસે અપીલ કરી છે કે આ બાળકીના વાલીવારસ ને જાણતા હોય તો સરથાણા પોલીસને જાણ કરવા વિનંતી જો બાળકીના વાલીવારસ નહીં મળે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

મહિલા પીએસઆઇ બીડી મારુ એ જણાવ્યું હતું કે આ બાળકીના પિતાએ આપઘાત કરી લીધો હતો. બાળકી ના પિતા હીરા હીરાના કારીગર હતા કામ ન મળવાને કારણે આપઘાત કરી લીધું હોવાનું અનુમાન છે. બાળકીને પરિવારની હૂંફ આપવામાં આવી રહી છે, બાકી તેના ઘરે અને મંદિર સહિત જગ્યા ઉપર લઈ જઈ સાર સંભાળ રાખવામાં આવી રહી છે. બાળકીને તેના માતા પિતાની ગેરહાજરી નો અહેસાસ ન થાય તે માટે પોલીસ પરિવાર દ્વારા હૂંફ આપવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*