સુરત દીકરી ગ્રીષ્મા કેસ : સરકારી પક્ષે દલીલ કરી કે, પ્રેમમાં બલિદાન આપવાનું હોય છે, પ્રેમમાં કોઈની બલી…

Published on: 10:02 am, Sat, 2 April 22

સુરતમાં પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેના જ પરિવારજનોની સામે જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલમાં કોર્ટના અંતિમ દલીલો ચાલી રહી છે. ગ્રીષ્મા આ કેસમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલમાં બીજા દિવસે સરકાર પક્ષની દલીલો પૂરી થઈ હતી.

બચાવ પક્ષના વકીલ દ્વારા, કોર્ટમાં ફોટા રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા સરકારી વકીલે દલીલ કરી હતી કે, તેના પરથી એ સાબિત થતું નથી કે પ્રેમ હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ફોટા સાથે છેડછાડની થઈ હોય તેવી પણ શક્યતાઓ છે. અને આજના સમયમાં ફોટા હોય એ સામાન્ય બાબત છે.

ઉપરાંત સરકારી વકીલે કહ્યું કે, આરોપીએ તો ફોટા રજુ કરીને દીકરીની ભાવના સાથે ચેડા કર્યા છે. ઉપરાંત સરકારી વકીલે દલીલ કરવા કહ્યું કે, પ્રેમ એ ત્યાગ અને બલિદાનનો વિષય છે. પ્રેમ કોઈની બલીનો વિષય નથી. પ્રેમમાં આપણી સામે વાળા વ્યક્તિઓને ખુશ કરવાના હોય છે.

આપણા પ્રેમથી સામેવાળા વ્યક્તિ ખુશ રહે તેને પ્રેમભાવેના કહેવાય છે. પરંતુ આપણા કૃત્યથી કોઈ નું આખું પરિવાર વિખરાઈ જાય એ પ્રેમ નથી એ વાસના છે. ત્રણ દિવસમાં કુલ 12 કલાકની સરકારી પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી. હવે સોમવારના રોજ બચાવ પક્ષના વકીલ દલીલો કરશે.

આ ઉપરાંત બચાવ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ફોટા પર સરકારી પક્ષના વકીલે કહ્યું હતું કે, એડવાન્સ જમાનામાં ફોટા સાથે હોય એટલે પ્રેમ ન કહેવાય. આ ફોટા સાચા છે તે હજુ નક્કી નથી થયું. પ્રેમની વાત કરીએ તો કોઈનું ખાનદાન સાફ કરી દેવાની ભાવનાને પ્રેમ ન કહેવાય.

આરોપી ફેનીલ ગોયાણી પ્રેમની વાત કરે છે, તે કેવી રીતે માની શકાય. આ ઉપરાંત સરકારી પક્ષના વકીલે કહ્યું કે, આરોપી ફેનીલ ગોયાણીએ તપાસ દરમિયાન પોલીસને આ ફોટા કેમ ના આપ્યા. એટલે કે આ ફોટા બનાવટી હોવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત દીકરી ગ્રીષ્મા કેસ : સરકારી પક્ષે દલીલ કરી કે, પ્રેમમાં બલિદાન આપવાનું હોય છે, પ્રેમમાં કોઈની બલી…"

Leave a comment

Your email address will not be published.


*