સંયુક્ત રીતે સ્માર્ટ સિટી મિશનમાં ઉત્તરપ્રદેશે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇન્ડિયા સ્માર્ટ સિટી યોજના ની હરીફાઈ આ વર્ષે યુપીએ બાજી મારી છે. મધ્યપ્રદેશ બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા નંબર પર છે.
જો સમગ્ર દેશમાં શહેરની વાત કરીએ તો ઇન્દોર અને સુરત નો પહેલો નંબર આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંદીગઢ ટોપ પર છે.
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અને અમૃત યોજનાના 6 વર્ષ પૂરા થવા આવ્યા છે. આજે તેમના માટે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના પ્રધાનમંત્રી દ્વારા 25 જૂન 2015ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.
જે રાજ્યો અને શહેરોમાં સરકારી સેવાઓ, અર્થવ્યવસ્થા, સેનિટેશન, શહેરી વાતાવરણ, કલ્ચર, પાણી અને પરિવહનને માનવામાં આવે છે તેવા રાજ્યો અને શહેરોની પસંદગી કરવામાં આવશે અને તેને ઇનામ આપવામાં આવશે.
આ વર્ષે આ યોજનામાં કોરોના ને પણ આમાં જોડવામાં આવ્યું છે. ઇનામની જાહેરાત કરતા શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ જી એ કહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment