સુરત : ઘરમાં પાવર કટ થતા 22 વર્ષના યુવકે રસોડામાં જઈને ગળાફાંસો ખાઈ લીધો… યુવક ઉપર એવી તો શું આફત આવી પડી હશે જાણો..?

Young man suicide in kitchen, Surat: ગુજરાતમાં સુસાઇડની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં બનેલી એક સુસાઇડની(Suicide) ઘટના સામે આવી રહી છે. સુરતમાં 22 વર્ષના એક યુવકે સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકવી લીધું છે. યુવકે પોતાના ઘરના રસોડામાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો(suicide in kitchen Surat) ખાઈ લીધો હતો.

જ્યારે પરિવારના સભ્યોએ રસોડાનો દરવાજો ખોલ્યો ત્યારે રસોડામાં યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશનો અને સચિનમાં પોતાના ત્રણ ભાઈઓ સાથે રહેતા 22 વર્ષીય રવિન્દ્ર વિજયરામ જયસ્વાલ નામના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

રવિન્દ્ર એક મહિના પહેલા સુરતમાં રોજગારી માટે આવ્યો હતો. અહીં તે એક સંચા ખાતામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. છેલ્લા એક મહિનાથી તે કામ પર જતો અને ઘરે આવી જતો. તેને કોઈપણ પ્રકારનું મન દુઃખ ન હતો અને તેનું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું.

ઘટનાના દિવસે રવિન્દ્રએ પોતાના પરિવાર સાથે ભોજન કર્યું હતું. ભોજન કર્યા બાદ બે ભાઈઓ કામ પર ચાલ્યા ગયા હતા. આ દરમિયાન અચાનક જ પાવર કટ થઈ ગયો હતો. ત્યારબાદ રવિન્દ્ર રસોડામાં જતો રહ્યો હતો અને રસોડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પછી રવિન્દ્ર એ પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ દરમિયાન મોટાભાઈ ઘરમાં આવે છે, ત્યારે તે રસોડાનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે. પછી મોટો ભાઈ ગમે તેમ કરીને દરવાજો ખોલીને અંદર જાય છે, ત્યારે રસોડામાં નાના ભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક રવીન્દ્રને નીચે ઉતારીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

અહીં હાજર ડોક્ટરે રવિન્દ્રને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ રવિન્દ્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. પરિવારના નાના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. રવિન્દ્ર એ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*