સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા ઓ માટે 10 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ્દ કર્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઇન્દિરા સાહની મામલા પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી.
જસ્ટિસ અશોક ભૂષણ ની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યની બંધારણીય પીઠે જણાવ્યું મરાઠા સમુદાયને 10% અનામત આપવાથી અનામતની મહત્તમ મર્યાદા ને પાર કરે છે જેથી તે ગેરબંધારણીય છે.
પાંચ સભ્યોની બંધારણીય પીઠમાં જસ્ટિસ અશોક ભૂષણ સી જસ્ટિસ એલ નાગેસ્વરા રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને.
જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટ પણ સામેલ છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે 26 માર્ચે મરાઠા અનામતને પડકારતી અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મરાઠા સમુદાયના લોકોને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત જાહેર કરી શકાતા નથી તેથી અનામતના દાયરામાં તેમને લાવવું યોગ્ય નથી.
અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં મહારાષ્ટ્રની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment