મિત્રો હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંધશ્રદ્ધામાં એક નાનકડી એવી માસુમ બાળકીનો જીવ લેવામાં આવ્યો છે. સારવારના નામે બાળકી સાથે એવું કરવામાં આવ્યું કે સાંભળીને તમને પણ ખૂબ જ ગુસ્સો આવી જશે. સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં બની હતી. અહીં અંધશ્રદ્ધામાં એક નવજાત બાળકીનો જીવ લેવામાં આવ્યો હતો.
ન્યુમોનિયાની સારવારના નામે અંધશ્રદ્ધામાં 51 વખત ગરમા ગરમ લોખંડના સળિયા વડે માસુમ બાળકીને ડામ દેવામાં આવ્યા હતા. માસુમ બાળકીને તડપાવી તડપાવીને ડામ દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકીને મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં બુધવારના રોજ સારવાર દરમિયાન બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલુ હતી. આખરે બુધવારના રોજ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બાળકીની હાલત એટલી ગંભીર હતી કે તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી. આ ઘટનાની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન માસુમ બાળકીના શરીરમાં વારંવાર ધ્રુજારી આવી રહી હતી, એવું લાગી રહ્યું હતું કે બાળકીને કોઈ કે ડામ દીધા છે. મળતી માહિતી અનુસાર અંધશ્રદ્ધામાં દીકરીને 51 વખત ગરમ સળિયા વડે ડામ દેવામાં આવ્યા હતા. જેના કારણે બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી.
તેથી તેના શરીરમાં ઇન્ફેક્શન વધી ગયું હતું. તેના શરીરમાં વારંવાર ધ્રુજારી આવી રહી હતી. અઢી મહિનાની બાળકીના મગજ પર પણ ઇન્ફેક્શન વધી ગયું હતું. ડોક્ટરની ટીમે બાળકીને બચાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા. વચ્ચે તો બાળકીની તબિયત પણ સુધી ગઈ હતી.
પરંતુ અચાનક જ તેની તબિયત બગડી ગઈ અને બુધવારના રોજ બાળકીનું મૃત્યુ થયું હતું. બીજી બાજુ આ વાતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે, દાજી જવાના કારણે નહીં પરંતુ ન્યુમોનિયાના કારણે માસુમ બાળકીનું મૃત્યુ થયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ, અધિકારીઓ અને કાર્યવાહી અને તપાસ માટેની સૂચના આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment