મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નરેશ કનોડીયા આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ આજે તેમનો દીકરો હિતુ કનોડીયા તેની ફિલ્મના વારસો સંભાળી રહ્યો છે. મિત્રો નરેશ કનોડીયા એક સમય માત્ર ને માત્ર બેન્ડ પાર્ટીમાં ગીતો ગાતા હતા અને તેઓએ કઈ રીતે ગુજરાતી સિનેમામાં પોતાની ઓળખ બનાવી હશે
તે જાણવાનો તમામ લોકોને રસ હશે તો ચાલો આપણે જાણીએ.આપણે બધા જાણીએ છીએ કે 27 ઓક્ટોબર 2020ના રોજ યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે તેમનું કોરોનાના કારણે અવસાન થયું હતું
અને ગુજરાતી સિનેમામાં નરેશ કનોડીયા નું ખૂબ મોટું યોગદાન છે.નરેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યના કનોડા ગામે 20 ઓગસ્ટ 1943 ના રોજ થયો હતો અને નરેશ કનોડીયા ની કારકિર્દીનો વ્યાપ આશરે 40 વર્ષનો છે
અને આ દરમિયાન તેમને ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે સ્નેહલતા, અરુણા ઈરાની અને રોમા માણેક વગેરે જેવી 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને તેમને કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ કરી હતી.ગુજરાતના કરજણ વિધાનસભા મત ક્ષેત્રમાંથી વિધાનસભામાં સભ્ય પણ રહી ચૂક્યા છે
અને તેઓ સૌના હૃદયમાં હંમેશા પોતાનું નામ બનાવી ચૂક્યા છે ત્યારે નરેશ કનોડીયા અને તેમના મોટાભાઈ મહેશ કનોડીયા અને મરણોતર પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. નરેશ કનોડીયા એ 90 ના દશકથી લઈને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ રાજ કર્યું છે અને એક સમયે ગુજરાતી સિનેમા પોતાના થકી સફળતાના શિખરે પહોંચાડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment