સુનિલ શેટ્ટીની દીકરી અથીયા અને જમાઈ કે.એલ.રાહુલને લગ્નમાં મળ્યા કરોડો રૂપિયાના ગિફ્ટ..! વિરાટ કોહલી અને ધોનીએ આપ્યા મોંઘા-મોંઘા ગિફ્ટ…આ વ્યક્તિએ 2.5 કરોડ રૂપિયાની કાર…

Published on: 11:34 am, Wed, 25 January 23

મિત્રો 23 જાન્યુઆરીના રોજ ક્રિકેટર કે.એલ.રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથીયા શેટ્ટી લગ્ન થયા છે. બંનેની લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે. આજે આપણે બંનેને લગ્નમાં મળેલી ગિફ્ટ વિશે વાત કરવાના છીએ. બંનેને લગ્નમાં કરોડો રૂપિયાની મોંઘી મોંઘી ગિફ્ટ મળી છે.

પાર્ટીમાં આવેલા બૉલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટરોએ કપલને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી હતી. સૌપ્રથમ અથીયા શેઠીના પિતા સુનિલ શેટ્ટીની વાત કરીએ તો તેમને પોતાની દીકરીને લગ્નની ભેટ તરીકે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ આપ્યો છે. તેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સુનીલ શેટ્ટીના ખાસ મિત્ર અને બોલીવુડના દબંગ ખાણ તરીકે ઓળખાતા સલમાન ખાને આ શુભ અવસર પર પોતાની મિત્રની દીકરીને એક ઓડી કાર ગીફ્ટ માં આપી છે. આ ઓડી કારની કિંમત 1.63 કરોડ રૂપિયા છે તેવું કહેવામાં આવી રહ્યો છે.

ત્યારે સુનીલ શેટ્ટીના ખૂબ જ નજીકમાં માનવામાં આવે એવા જેકી શ્રોફે સુનીલ શેટ્ટીની દીકરીને ખાસ અવસર પર ગિફ્ટમાં ચોપર્ડ બ્રાન્ડની ઘડિયાળ આપી છે. તેની કિંમત 30 લાખ રૂપિયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે અર્જુન કપૂરે પોતાની મિત્ર અથીયા શેટ્ટીને 1.5 કરોડ રૂપિયાની કિંમતનું હીરાનું હેર બ્રેસલેટ ગિફ્ટ માં આપ્યું છે.

મિત્રો બોલીવુડ સ્ટાર સિવાય ક્રિકેટર હોય પણ ગિફ્ટ આપવામાં મોટું દિલ બતાવ્યું છે. ઇન્ડિયન ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પોતાના મિત્ર કે એલ રાહુલને એક BMW કાર ગીફ્ટમાં આપી છે. જેની કિંમત 2.17 રૂપિયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ત્યારે મિસ્ટર કુલ તરીકે ઓળખાતા એવા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કે.એલ.રાહુલને ગિફ્ટમાં KAWASAKI NINJA બાઈક ભેટમાં આપી છે. જેની કિંમત 80 લાખ રૂપિયા આસપાસ છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો