સુરતમાં ગઈકાલે એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક સુસાઇડ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારે મૃત્યુ પામેલા મનીષ સોલંકી ની એક સુસાઇડ નોટ મળી આવી છે. જાણવા મળી રહ્યું છે કે, મૃતકે સુસાઇડ કરતા પહેલા દોઢ પાનાની સુસાઇડ નોટ લખી હતી.
જેમાં સુસાઇડ પાછળ કોણ જવાબદાર છે તેનું કોઈનું નામ લખવામાં આવ્યું નથી. આ ઉપરાંત સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, રૂપિયા લીધા બાદ કોઈ પાછા આપતું ન હતું. પોલીસે સુસાઇડ નોટ ના આધારે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
મનીષભાઈ સોલંકી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં લોકો સાથે સારું વર્તન કર્યું, લોકોને મદદરૂપ થતો હતો. પરંતુ લોકોએ મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી. સુસાઇડ નોટમાં કોઈપણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસની ચાર ટીમ કામ પર લાગી ગઈ છે.
જ્યારે ગઈકાલે એક જ પરિવારના સાત સભ્યોની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા અને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઘટનામાં મૃતકોમાં માતા-પિતા, પતિ-પત્ની, બે બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે.
પોલીસે હાલમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. પરિવાર એક સાથે આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment