આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક પુલ એકાએક પડી ગયો. મુંબઈ ગોવા હાઈવે નું અટકેલું બાંધકામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.
આ દરમિયાન હાઇવે પર ફ્લાય ઓવરના કામ દરમિયાન મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ ગોવા ફોર લેન હાઇવે પર ચીપલૂનમાં ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અચાનક અવાજ આવ્યો અને પુલ નો એક ભાગ તૂટી ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિજ તૂટવાનો અવાજ આવતા લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા.
જોકે શું થયું તેની ખબર પડે એ પહેલા જ અવાજ એટલો ત્રિવ્ર હતો કે તેનો ખ્યાલ જ ન આવ્યો. સવારે 8:00 વાગ્યાની આ ઘટના છે જેનો વિડીયો સામે આવ્યો છે. ફ્લાયઓવરમાં છેલ્લા ઘણા મહિનાથી કામ ચાલી રહ્યું છે, પૂલ તૂટવાની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ દ્રશ્યો નજરે જોનારાનું કહેવું છે કે બ્રિજ પડ્યો તો એટલો તીવ્ર અવાજ આવ્યો કે બધા ડરી ગયા. ઘટનાને પગલે વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને લોકોની માંગ છે કે બ્રિજનું કામ જલ્દીથી પૂરું કરવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બ્રિજમાં મોટી તિરાડ પડી છે.
ગર્ડર લોન્ચ ના ભારે વજનને કારણે પૂલનો મધ્યભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે સાઇટ પર ઉપયોગમાં લેવાતા ક્રેન મશીનને નુકસાન થયું હતું પરંતુ સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment