સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓ ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. અત્યારે લોકો શરીર ફિટ રાખવા માટે જીમમાં વર્કઆઉટ કરવા જતા હોય છે. પરંતુ આ દિવસોમાં જીવમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક મૃત્યુના ઘણા વિડીયો સામે આવ્યા છે. આ સિવાય જીમમાં વર્કઆઉટ દરમિયાન અકસ્માતો પણ થયા છે.
ઘણી વખત વધુ વજન ઉચકવા ને કારણે અથવા અન્યની ભૂલને કારણે લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને કોઈપણ ડરી જશે. વાસ્તવમાં જીમમાં વર્ક આઉટ કરતી વ્યક્તિ અકસ્માત નો શિકાર બની જાય છે. વર્ક આઉટ દરમિયાન અન્ય વ્યક્તિની ભૂલને કારણે લગભગ 20 કિલો નું ડમ્બલ તેના ચહેરા પર પડી જાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાના આરોપીઓને સજા પણ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 40 લાખ લોકો આ વિડીયો જોઈ ચૂક્યા છે. જીમમાં વર્કઆઉટ દરમિયાન ઘણી વખત અન્યની ભૂલને કારણે લોકો જબરદસ્ત અકસ્માતનો ભોગ બને છે.
Man Jailed For 19 Months Following “Accident” Where He Dropped 44lb Weight On Man’s Face 😳 pic.twitter.com/Oo8uVqYgsG
— More Crazy Clips (@MoreCrazyClips) July 24, 2023
આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે, આ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ જીમમાં બેંચ પર સૂઈને વર્કઆઉટ કરી રહ્યો છે. તે બિલકુલ અજાણ હતો કે બીજી જ ક્ષણે તેની સાથે કંઈક ખતરનાક બનવાનું છે. વર્કઆઉટ દરમિયાન એક અન્ય વ્યક્તિ પણ જીમમાં આવે છે જેના હાથમાં લગભગ 20 કિલોનો ડમ્બલ હોય છે.
અચાનક ચાલતી વખતે અન્ય વ્યક્તિએ તેના હાથમાં રાખેલ ડમ્બલ વર્કઆઉટ કરી રહેલા વ્યક્તિના ચહેરા પર છોડી દીધું જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. વીડિયોમાં તે વ્યથામાં જોવા મળી રહ્યો છે, ડમ્બલ ચહેરા પર પડ્યા બાદ અન્ય વ્યક્તિના પગ પર વર્કઆઉટ કરી રહેલા વ્યક્તિના હાથમાંથી પણ ડમ્બલ પડી ગયા હતા.
વીડિયોમાં વર્કઆઉટ કરી રહેલ વ્યક્તિ પોતાનો ચહેરો પકડીને બેઠો જોવા મળે છે. આ વાયરલ વીડિયોને અકસ્માત ગણીને ટ્વિટ કરવામાં આવ્યો હતો. પરંતુ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સે તેને મારવાનો પ્રયાસ ગણાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિએ તેના ચહેરા પર ડમ્બલ છોડ્યું હતું. તેને 19 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment