બાઈકની પાછળ બેઠેલી મહિલા સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે, મહિલાનું દર્દનાક મોત… બે દીકરાઓ માં વગરના થઈ ગયા…

હાલમાં મહિલાઓ માટે ચેતવણી રૂપ બનેલો એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં બાઈક પર બેસીને જતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાણવા મળી રહ્યો છે કે એક મહિલા બાઈક પર જતી હતી. આ દરમિયાન મહિલાની સાડીનો છેડો બાઇકના ટાયરમાં ફસાઈ ગયો હતો.

જેના કારણે મહિલાને અચાનક જ ઝટકો લાગ્યો હતો અને તે રોડ પર પડી હતી. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટના બની ત્યારે મહિલાના હાથમાં ત્રણ વર્ષનું બીમાર બાળક હતું.

આ ઘટનામાં માસુમ બાળકોનો જીવ બચી ગયો છે. સમગ્ર ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો, હરિ ઓમ નામનો યુવક 11 ઓગસ્ટના રોજ તેની ભાભી ખુશીની સાથે હોસ્પિટલ જઈ રહ્યો હતો. કારણકે હરિ ઓમના ત્રણ વર્ષના ભત્રીજાની તબિયત ખરાબ થઈ ગઈ હતી.

હોસ્પિટલે બાળકની તપાસ કરાવ્યા બાદ ખુશી પોતાના દેવર સાથે બાઈક પર ઘર તરફ આવી રહી હતી. ત્યારે રસ્તામાં અચાનક જ ખુશીના સાડીનો પલ્લુ બાઈકના પાછળના ટાયરમાં ફસાઈ ગયો હતો. જેના કારણે ચાલુ બાઈક પર ખુશી જમીન પર પટકાઈ હતી.

નીચે પડતા જ ખુશીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બની ત્યારે ખુશીએ પોતાના ખોળામાં બેઠેલા બાળકને સરખો પકડી રાખ્યો હતો. જેના કારણે બાળકને જરાક પણ ઈજા પહોંચી નહીં. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી ખુશીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 18 તારીખના રોજ ખુશીનું મોત થયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહિલાના મૃત્યુના કારણે એક નવ વર્ષના દીકરાએ અને એક ત્રણ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*