સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ચેઈન સ્ક્રેચિંગ અને મોબાઈલ ફોન છીનવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને આવી ઘટનાના ઘણા અવારનવાર વિડિયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુટેરાઓને હવે કોઈનો ડર રહ્યો નથી.
ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં બનેલી એક ઘટનાનો ચોકાવનારો વિડિયો સામે આવી રહ્યો છે. અહીં બાઈક સવાર બે લુટેરાઓ ધોળા દિવસે એક યુવતીનો મોબાઇલ છીનવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે યુવતી મોબાઈલ પર વાત કરતી કરતી રોડ પર જતી હોય છે. ત્યારે બે લુટેરાઓ ત્યાંથી પસાર થાય છે અને યુવતીનો મોબાઇલ છીનવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. લુટેરાઓ મોબાઈલ ચલાવવા માટે યુવતીને એટલો જોરદાર ઝટકો લગાવે છે કે એવું તે બે ત્રણ ગોથા ખાઈ જાય છે.
હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી મોબાઈલ પર વાત કરતી નજરે પડી રહે છે. આ દરમિયાન બાઇક સવાર બે લુટેરાઓ યુવતીની પાસેથી પસાર થાય છે.
જ્યારે યુવતી ત્યાંથી થોડીક આગળ વધી જાય છે. ત્યારબાદ બાઇક સવાર બંને યુવકો આગળ વળાંક વાળીને પાછા આવે છે અને પાછળથી યુવતીના હાથમાં રહેલો મોબાઇલ છીનવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. જેના કારણે આ ઘટનામાં યુવતી રોડ ઉપર પડી ગઈ હતી અને તેને ઈજા પણ પહોંચી છે.
Indore Highcourt के नजदीक राह चलती युवती से Mobile Snatching, एक नाबालिग सहित दो आरोपी थे bike पर सवार, #CrimeBranchIndore ने किये तीन आरोपी गिरफ्तार, तीसरा आरोपी चोरी के मोबाइल खरीदने वाला व्यापारी बताया जा रहा है…पीएस-तुकोगंज pic.twitter.com/7veW9wxlZ3
— Umesh_Bhardwaj_ABP NEWS (@umeshindore) July 3, 2023
સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો લુટેરાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment