હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે, જેના કારણે અમુક જગ્યાએ એટલો ભારે વરસાદ પડ્યો છે કે અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. આ દિવસોમાં ઉત્તરાખંડમાં વરસાદ એ તબાહી મચાવી છે. અવિરત ભારે વરસાદને કારણે જ્યાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, સાથે જ અહીં પ્રવાસીઓ માટે આવવું જોખમ મુક્ત સાબિત નથી થઈ રહ્યું.
વરસાદને કારણે ઘણી જગ્યાએ પર્વતોમાં તિરાડ અને ભુસ્ખલનના સમાચાર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ચમોલી પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં લોકોને વરસાદની મોસમમાં ધોધની નીચે જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. વાસ્તવમાં છેલ્લા સમયથી પહાડો માં અવિરત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો સામે આવ્યા છે.
જેમાં અનેક જગ્યાએ મકાનો ધરાશાયી થતા જોવા મળ્યા હતા, કેટલીક જગ્યાએ રોડ પર કાટમાળ પડવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. આ દરમિયાન ચમોલી પોલીસે એક ભયાનક વિડિયો શેર કર્યો છે જેમાં લોકોને વરસાદની મોસમમાં સુરક્ષિત રહેવા માટે ધોધ થી દુર રહેવાનું કહેવામાં આવ્યું છે.
बरसात के मौसम के दौरान पहाड़ो में झरनों के नीचे नहाने से बचें। pic.twitter.com/bY9Xs08zxw
— Chamoli Police Uttarakhand (@chamolipolice) August 20, 2023
સામાન્ય રીતે પર્વત પર આવતા પ્રવાસીઓ ધોધ નીચે નાહવાની મજા લેતા જોવા મળે છે. ટ્વીટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક લોકો પહાડોમાં ધોધની નીચે બેસીને નાહતા અને મજા કરતા જોઈ શકાય છે. વીડિયોમાં ધોધ ની નીચે સ્નાન કરી રહેલા લોકો પર પહાડની ટોચ પરથી અચાનક કાટમાળ પડતો જોવા મળી રહ્યો છે.
જે દરમિયાન બૂમો પાડે છે જેને જોઈને યુઝર્સ નારાજ થઈ ગયા, વિડીયો શેર કરતી વખતે ઉત્તરાખંડ ચંમોલી પોલીસે અપીલ કરી અને લખ્યું વરસાદની મોસમમાં પહાડોમાં ધોધ નીચે નાહવાનું ટાળો. વિડીયો જોઈને મોટી સંખ્યામાં લોકો ચોકી ગયા છે, તમને જણાવી દઈએ કે હાલમાં જ અવિરત વરસાદને કારણે ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પરસાડી પાસે મોટી તિરાડો પડી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment