રસ્તાની વચ્ચોવચ માસુમ બાળક સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… હિમ્મત હોય તો જ વિડિયો જોજો…

ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી ઘટનાઓ ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં પાણી ભરાયેલા જગ્યા પર એક બાળક પડી ગયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. બાળક જઈ રહ્યું હોય ત્યારે બાળક પાણીમાં પડી જાય છે અને પાણીમાં કરંટ હોવાને કારણે તડફડીયા મારવા લાગે છે.

બાળક ઉઠવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ઉઠી શકતો નથી, આજુબાજુના લોકો દૂરથી બાળકને પીડાતા જોતા રહે છે. પરંતુ એક વડીલ હિંમત બતાવે છે અને પોતાની બુદ્ધિથી બાળકને પાણીમાંથી બહાર કાઢે છે. બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાં તેને હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી, આ ઘટના ચેતગંજ વિસ્તારના હબીબપુરામાં રહેતા જીતેન્દ્રકુમાર નો ચાર વર્ષનો પુત્ર કાર્તિક વરસાદ બાદ ભરાયેલા પાણીમાં રમી રહ્યો હતો. ઘર પાસેના વીજ પોલમાં વીજ કરંટ હતો, આવી સ્થિતિમાં કાર્તિક પાણીમાં પ્રવેશતા જ તેને ઈલેક્ટ્રીક શોક લાગ્યો. તે પાણીમાં પડી ગયો અને રડવા લાગ્યો, આ સમયગાળા દરમિયાન આસપાસના લોકો દર્શક બની રહ્યા હતા.

પરંતુ એક વૃદ્ધે જમીન પર પડેલા બાળકને ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને પણ વિજ કરંટ લાગ્યો હતો. પરંતુ અન્ય એક વૃદ્ધે સ્થાનિક દુકાનદાર પાસેથી લાકડી લીધી અને તેની મદદથી બાળકને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ બાળક તેને મજબૂત રીતે પકડી શક્યો નહીં, વૃદ્ધે ફરીથી લાકડી બાળક તરફ લંબાવી અને બાળકને તેના હાથથી લાકડી પકડી અને પછી વૃદ્ધાએ બાળકને પોતાની તરફ ખેંચ્યું તો માસુમ બાળકનો જીવ બચી ગયો.

આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ રહી છે. લોકો વૃદ્ધની બુદ્ધિ અને હિંમત ની પ્રશંશા કરી રહ્યા છે. એક વૃદ્ધને કારણે બાળકનું જીવ બચી ગયો જેથી લોકો વૃદ્ધની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*