હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પતિ સાથે ખેતરમાં કામ કરતી વખતે એક મહિલા સાથે કંઈક એવો બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યો છે કે મહિલાને ખેતરમાં એક ઝેરીલા સાથે ડંખ માર્યો હતો. ત્યાર પછી પરિવારના સભ્યો મહિલાને હોસ્પિટલ લઈ જવાને બદલે કોઈ બાબા પાસે લઈ ગયા હતા.
જેના કારણે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહિલાનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ દુઃખદ ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ લીલા હતું અને તેની ઉંમર 40 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને મહિલાના પતિ રામુએ જણાવ્યું કે, મંગળવારના રોજ તે ખેતરમાં પાકને પાણી આપવા માટે ગયો હતો. આ દરમિયાન તેની પત્ની લીલા પણ ત્યાં કામ કરતી હતી.
ત્યારે અચાનક જ એક ઝેરીલા સાથે લીલાને ડંખ માર્યો હતો. જેના કારણે લીલાની તબિયત બગડી ગઈ હતી, પછી તેને બાબા પાસે લઈ જવામાં આવી હતી. પરંતુ તેની તબિયત વધુ બગડતા પરિવારના સભ્યો લીલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હાજર ડોક્ટરે લીલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામેલી મહિલાને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. આ ઘટના બનતા જ ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment