આસામમાં સ્મશાન તરફ જતાં લોકોના ટોળા પાછળ દોડ્યો અચાનક એક હાથી, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

100

રંગપારા(આસામ): આસામના(Assam) રંગપારા  વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આસામના રંગપારા(Rangpara) વિસ્તારમાં એક હાથી અચાનક લોકોની પાછળ દોડ્યો હતો. મળતી માહિતી મુજબ આસામમાં બોરઝુંલી(Borzunli) વિસ્તારમાં આવેલા સ્મશાન તરફ લોકોનું એક ટોળું જઈ રહ્યું હતું.

ત્યારે અચાનક જ એક વિફરેલો હાથી દોડતો દોડતો લોકોની તરફ આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિફરેલો હાથી સ્મશાન તરફ જઈ રહેલા લોકોની પાછળ દોડી રહ્યો છે.

જ્યારે હાથી લોકોના ટોળા તરફ દોડી રહ્યો છે ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દરમિયાન એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.

અને કેટલા લોકોને સામાન્ય ઇજા પહોંચે છે. આ સમગ્ર ઘટનાના આસપાસ કામ કરી રહેલા કેટલાક લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો વિડીયો જોઈને હચમચી ગયા છે. હાથી અચાનક આવું શા માટે કર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી.

હાથી લોકોના ટોળા પાછળ એવી રીતે દોડી રહ્યો છે જાણે લોકોના ટોળાએ હાથીનું કાંઈ ખોટું કર્યું હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે થોડીક વાર બાદ હાથી શાંત પડી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!