આદુદરા અને નગરાસણ ના રોડ પર અચાનક દારૂ ભરેલો ટ્રક ખાઈ ગયો પલટી…

Published on: 12:16 pm, Fri, 20 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે જોટાણા તરફથી દારૂ ભરેલો એક ટ્રક આદુદરા-નગરાસણ વચ્ચે એક વળાંક ઉપર પલટી ખાઇ ગયો હતો. આ સમગ્ર અકસ્માત બનતા રોડ પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી .

અને પોલીસ દ્વારા 3.90 લાખનો દારૂ ઝડપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ જોટાણા થી પરોઢિયા કેડી તરફ એક ટાટા કંપની નો 407 પીકઅપ જેનો ફ્લેટ નંબર GJ 01 CY 5897 નો ટ્રક છે.

મળતી માહિતી મુજબ આત્મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો અને તો ટ્રક અજાણ્યો વ્યક્તિ ચલાવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ પત્રક બાબુભાઈ દેવીપુજક ના ખેતર નજીક પલટી ખાઇ ગયો હતો અને ટ્રકમાં દારૂના કારણે રોડ પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા દારૂ ના પાઉચ તથા બિયરના ટીન અને બોટલ ના કુલ 3876 નંગ પોલીસના હાથમાં આવ્યા હતા. અંદાજે તે 390564 રૂપિયાનો દારૂ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આદુદરા અને નગરાસણ ના રોડ પર અચાનક દારૂ ભરેલો ટ્રક ખાઈ ગયો પલટી…"

Leave a comment

Your email address will not be published.


*