વાપી ઓવર બ્રિજ પર એક ટ્રકનું અચાનક ટાયર ફાટતા, અમદાવાદ તરફ જતી આર્મી જવાનની કારને લગાવી ટક્કર…

73

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે વલસાડ જિલ્લાના વાપી ની અકસ્માત ની ઘટના સામે આવી છે. ભરતી માહિતી મુજબ વાપી ઓર બ્રિજ પર એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયું હતું.

અકસ્માતમાં કારમાં બેઠેલા તમામ લોકો સુરક્ષિત છે. ઘટના બનતા હાઈવે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આર્મી જવાન અને તેનું પરિવાર મુંબઈથી અમદાવાદ તરફ જઇ રહ્યું હતું.

ત્યારે વાપી ઓવર બ્રિજ પર એક પ્રકારનું અચાનક ટાયર ફાટ્યું હતું અને ટ્રક ચાલકે ટ્રક પર પોતાનો કાબૂ ગુમાવ્યા હોવાના કારણે ટ્રક રસ્તા પર જતા અન્ય ટ્રક સાથે અથડાયું હતું.

અને બીજો ટ્રક રસ્તા પર જતી આર્મી જવાનની કારની સાથે અથડાયો હતો. આ ઘટનામાં આર્મી જવાનની કારનો પાછળથી ભાંગીને ભુક્કો થઈ ગયો છે. અકસ્માતમાં કારમાં સવાર એક પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. હજુ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ માં કોઈપણ ફરીયાદ નોંધાઈ નથી. અકસ્માત બાદ ટ્રક ચાલકે આર્મી જવાન અને આર્મી જવાનની પત્નીને હાથ જોડીને માફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ ધંધુકા બગોદરા રોડ પર ઇકો કાર રોડની સાઈડમાં ઉભેલ ટ્રક સાથે ટકરાણી હતી. તે કારણોસર અકસ્માતમાં ઇકો કારમાં બેસેલી ચાર મહિલાઓના મૃત્યુ થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!