સુરતમાં ઉધના-મગદલ્લા રોડ પર ઉભેલા એક ટ્રક પાછળ અચાનક ઓઇલ ભરેલા ટેન્કરે મારી ટક્કર, પછી થયું એવું કે…જુઓ વિડિયો…

256

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી જાય છે ત્યારે સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અકસ્માત ની ઘટના સર્જાય છે. સમગ્ર ઘટના એવી છે કે ઉધના અને મગદલ્લા રોડ પર એક ટ્રક ઉભો હતો ત્યારે તે અચાનક એક ઓઇલ ભરેલા ટ્રકે ટક્કર મારી છે.

આ સમગ્ર ઘટના મંગળવારના રોજ મધ્યરાત્રીએ બની હતી. આ અકસ્માત સર્જાયો ત્યારે બે બાઇક સવાર મિત્રો આ અકસ્માતને જોઈને તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર ને જોઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ત્યારે મળતી માહિતી મુજબ લગભગ એક કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ કેબિન કાપીને સ્ટેરીંગ માં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

આ અકસ્માત સર્જાયો ત્યારે મગદલ્લા બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયું હતું અને આસપાસના બધા લોકો કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવાની મહેનત કરી રહ્યા હતા.

અને ડ્રાઇવર પણ કેબિનેટમાંથી બચાવો બચાવો તેવી બૂમ પાડી રહ્યો હતો. ત્યારે જ ઘટનાની જાણ થતાં જ ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ કેબીન કાપીને ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. ટ્રક ડ્રાઇવરને કેબિનમાંથી બહાર કાઢયા બાદ તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!