હાલમાં સોશિયલ મીડિયા પર એક કર્મચારીના મોતનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ટોલ પ્લાઝા પર જમતી વખતે એક કર્મચારીનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
જેમાં તમે જોઈ શકો છો કે એક કર્મચારી ટેબલ ઉપર જમવા બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અચાનક જ તેઓ ટેબલ ઉપરથી ઉંધા માથે નીચે પડે છે અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ થઈ જાય છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટનાને નેશનલ હાઈવે-44ના માલથોન ટોલ પ્લાઝાની છે.
મળતી માહિતી અનુસાર અહીં ટોલ પ્લાઝા પર એક કર્મચારી જમવા બેઠા હતા, તેઓએ પોતાનું ટિફીન ખોલ્યું અને ખાવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ દરમિયાન અચાનક જ તેઓ દિવાલને ટેકો દઈને ધ્રુજવા લાગ્યા હતા અને ટેબલ ઉપરથી ઊંધા માથે નીચે પડ્યા હતા. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં ટોલ પ્લાઝા પર ગાર્ડ તરીકે કામ કરતા 52 વર્ષના ઉદલ યાદવનું મૃત્યુ થયું હતું. તેઓ સવારથી કામ કરી રહ્યા હતા. જ્યારે જમવાનો સમય આવ્યો ત્યારે તેઓ પોતાનું ટિફિન ખાઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમનું મૃત્યુ થયું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સામુદાયિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉદલ યાદવનો મૃત્યુ થતા જ તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ઉદલ યાદવ ટોલ પ્લાઝા પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
सागर के मालथौन में टोल प्लाजा के गार्ड की खाना खाते समय गई जान। लाइव वीडियो आया सामने। #NBTMP, @NavbharatTimes pic.twitter.com/4WwjwIgFMd
— NBTMadhyapradesh (@NBTMP) February 18, 2023
ફરજ પર હતા ત્યારે તેઓ જમતી વખતે અચાનક જ ટેબલ ઉપરથી નીચે ઢળી પડ્યા હતા. ત્યાર પછી અન્ય કર્મચારીઓ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સીસીટીવે ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment