Heart Attack Caught in CCTV: આજકાલ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આવી ઘટનાના તમે ઘણા વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિનું અચાનક જ ખુરશી પર બેઠા બેઠા મોત થયું હતું. અને આ ઘટનાનો સીસીટીવી વિડીયો વાઈરલ(Heart Attack CCTV) થઇ રહ્યો છે.
સમગ્ર ઘટના મેડિકલ સ્ટોર પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે મેડિકલ સ્ટોરના માલિક ખુરશી ઉપર બેસીને કોમ્પ્યુટરમાં કામ કરતા નજરે પડી રહ્યા છે.
આ દરમિયાન અચાનક જ તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ એટલે કે ત્રણ એપ્રિલના રોજ રાત્રિના સમયે બની હતી. સમગ્ર ઘટના મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી સામે આવી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નાંદેડ જિલ્લાના ડોક્ટર લેન વિસ્તારમાં નિર્મલ હોસ્પિટલની નીચે 42 વર્ષીય પવન તાપડીયા નામના વ્યક્તિનું મેડિકલ આવેલું છે.
ઘટનાના દિવસે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ પવનભાઈ મેડિકલ પર આવીને કોમ્પ્યુટર પર બેસીને કામકાજ કરી રહ્યા હતા. આ દરમિયાન મેડિકલમાં તેમનો એક સાથીદાર પણ તેમની સાથે હતો. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પવનભાઈ કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડે છે. આસપાસના લોકો કાંઈ સમજે તે પહેલા તો તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પવન ભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
પવન ભાઈના મૃત્યુના કારણે એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પવનભાઈ ના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment