હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સ્કૂલમાં ખેલકૂદ કરતી વખતે એક માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે બાળકના માતા-પિતા દોડતા થઈ ગયા હતા. બાળક જ્યારે સ્કૂલમાં ખેલકૂદ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો.
પછી થોડીક વારમાં આજે તેનું મોત થઈ ગયું હતું. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ બની હતી. મૃત્યુ પામેલા બાળકનું નામ ઇશાન હતું અને તે ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. ઈશાન શાળામાં દોડી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો.
ત્યાર પછી ઈશાન નું મોત થઈ ગયું હતું. ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ દુઃખદ ઘટના રાજસ્થાનના બિકાનેરની એક ખાનગી શાળામાં બની હતી.
વિગતવાર વાત કરીએ તો ઈશાન નામનો બાળક એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન શાળાના કોઈ કાર્યક્રમમાં ઈશાને રેસમાં ભાગ લીધો હતો. ઈશાને દોડીને રેસ પૂર્ણ કરી હતી અને ત્યારબાદ તેની તબિયત બગડી ગઈ હતી.
એટલે તે ત્યાં બેભાન થઈને ઢળી પડ્યો હતો. પછી ઈશાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે ઈશાનની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું.
હાલમાં તો એવું માનવામાં આવી રહ્યું છે કે ઈશાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment