સુરતમાં દિવાબત્તી કર્યા બાદ ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અચાનક જ કરુણ મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતમાં અચાનક જ છાતીમાં દુખાવો થયા બાદ મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે સામે આવી રહે છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો, ધોરણ 12 માં ભણતો વિદ્યાર્થી દીવાબત્તી કરવા માટે બેઠો હતો.

વિદ્યાર્થી દીવાબત્તી કરીને ઉભો થાય છે. ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડે છે અને તે જમીન પર ઢળી પડે છે. ત્યારબાદ વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટના બનતા જ મૃતક વિદ્યાર્થીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ દેવ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. દેવ મંગળવારના રોજ સાંજના સમયે દીવાબત્તી કરતો હતો.

ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેને માથું દુખવા લાગ્યું હતું. ત્યારબાદ તે ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો. પછી પરિવારના સભ્યો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે દેવની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

એવી આશંકા છે કે દેવનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે. દેવના મોતના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલો દેવ પરિવારનો એકનો એક દીકરો હતો. આ ઘટના બનતા જ હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*