રાજકોટ શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કશોપની પાછળ રહેતા અને ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, વિદ્યાર્થી ધોલા ખાતે શનિવાર તેમજ રવિવાર પોતાના શિક્ષક રાજેન્દ્રભાઈ બારૈયા પાસે રહીને સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરતો હતો.
વહેલી સવારે વિદ્યાર્થી સૈનિક સ્કૂલ માટે તૈયારી કરતો હતો, ત્યારે તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ શિક્ષક વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. ત્યાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીનું સુગર લેવલ 448 જેટલું આવ્યું છે.
પછી વિદ્યાર્થીના અમૃત દેને ફોરેન્સિક પોસ્ટ મોટમ માટે રાજકોટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના શિક્ષકે જણાવ્યું કે, તેમનો વિદ્યાર્થી દર શનિવારે તેમજ રવિવારે મારે ત્યાં સૈનિક સ્કૂલની તૈયારી કરવા માટે આવે છે. પરંતુ આ વખતે તે સોમવારના દિવસે પણ મારે ત્યાં જ રોકાયો હતો.
ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તે સૂતો હતો. સવારે જ્યારે સાડા ચાર વાગ્યાની આસપાસ મેં તેને જોયો ત્યારે તે જ્યાં સૂતો હતો ત્યાંથી કંઈક અલગ જગ્યાએ મળ્યો હતો. એટલા માટે મને અજાગતું લાગ્યું હતું અને હું તેને તાત્કાલિક પછી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો.
જ્યાં જાણવા મળ્યું કે બાળકનું સુગર લેવલ 448 છે. પછી ડોક્ટરે બાળકને જામનગર અથવા તો રાજકોટ ખાતે લઈ જવાનું કહ્યું હતું. ઉપરાંત બાળકના પગના અંગૂઠામાં ઈજાનુ નિશાન પણ જોવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર બાળકના શિક્ષક તેને સૌપ્રથમ ધોલાની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ વાતના સમાચાર મળતા જ દીકરાના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા બાળકના પિતા ગીરીશભાઈ કારખાનામાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. મોટી દીકરી ધોરણ 11 માં અભ્યાસ કરે છે. જ્યારે નાનો દીકરો ધોરણ છ માં અભ્યાસ કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment