ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં એક પછી એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ રહ્યું છે. ત્યારે પાલનપુરમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. અહીં પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત થયું છે.
પોલીસ કર્મચારી પોતાની ડ્યુટી પર હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીનું નામ સાયબાભાઈ જોરાભાઈ હતું અને તેમની ઉંમર 57 વર્ષની હતી. તેઓ દાંતા તાલુકાના વતની હતા. સાયબા ભાઈ પાલનપુર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા.
મંગળવારના રોજ મોદી સાંજ દરમિયાન તેઓ ફરજ પર હાજર હતા. આ દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેઓ જમીન પર ઢાળી પડ્યા હતા. આ ઘટના બનતા જ અન્ય પોલીસ કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને પછી સાયબા ભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. આ વાતના સમાચાર મળતા જ અન્ય પોલીસ કર્મચારીઓ અને સાયબાભાઈના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. સાયબાભાઈના રિટાયર્ડ થવાના માત્ર બે-ત્રણ વર્ષ જ બાકી હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment