સુરતમાં દૂધ લેવા નીકળેલા વ્યક્તિનું ચાલતા ચાલતા અચાનક જ કરુણ મોત…બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક 48 વર્ષના વ્યક્તિનું મોત થતા હાર્ટ એટેક ની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે, વ્યક્તિ દૂધ લેવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા.

ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર દોડતો થઈ ગયો હતો અને બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંતોષભાઈ હતું.

સંતોષભાઈ ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. સંતોષભાઈ લુમ્સના ખાતામાં કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. તેઓ છેલ્લા 12 વર્ષથી સુરતમાં રહે છે. સંતોષભાઈ પરિવારમાં કામ કરવાવાળા એક જ હતા. જ્યારે સંતોષભાઈ દૂધ લેવા માટે બહાર નીકળ્યા હતા.

ત્યારે અચાનક જ તેવું ચાલતા ચાલતા જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો સંતોષભાઈ ને એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે સંતોષભાઈને મૃત જાહેર કર્યા હતા. સંતોષભાઈનું મોત થતા જ પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે.

મૃત્યુ પામેલા સંતોષભાઈ ના સંબંધીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી સંતોષભાઈ ને છાતીમાં દુખતું હતું. એસીડીટી હશે તેવું માનીને તેઓએ દવા લઈ લીધી હતી. ત્યારે હાલમાં તો હાર્ટ એટેક આવવાના કારણે સંતોષભાઈનું મોત થયું હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*